ખાનગી કંપનીના કર્મચારીઓને ત્રણ માસથી પગાર ન મળતા આંદોલનની ચીમકી

ખાનગી કંપનીના કર્મચારીઓને ત્રણ માસથી પગાર ન મળતા આંદોલનની ચીમકી
ખાનગી કંપનીના કર્મચારીઓને ત્રણ માસથી પગાર ન મળતા આંદોલનની ચીમકી

ગુરૂવારથી અન્નજળનો ત્યાગ કરી હક્ક માટે મંડાશે મોરચો: પોલીસ કમિશનર અને કલેકટરને આવેદન

રાજકોટ: આજી જીઆઈડીસીમાં આવેલ અમુલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં કામ ક2તા કામદા2ો મોટી સંખ્યામાં આજે પોલીસ કમિશન2 કચે2ી ખાતે દોડી આવી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે તેઓ છેલ્લા 2પ વર્ષ્થી 4પ0 થી વધુ લોકો આ અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ક2તા હોય છેલ્લા ત્રણ મહિનાથી કામદા2ોને પગા2 નહીં આપતા હોવાનું અને 21 મહિનાનું પીએફ કર્મચા2ીઓના ખાતામાં જમા ક2ાવવામાં ન આવ્યુ હોય જેથી કર્મચા2ીઓએ અગાઉ અમુલ ઈન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં હડતાલ ક2ી હતી તેમ છતાં તેના પ્રશ્ર્નોનો નિકાલ નહીં થતા આજે મોટી સંખ્યામાં કામદા2ો પોલીસ કમિશન2 કચે2ીએ દોડી આવી ન્યાય માંગવા લેખિતમાં ફરિયાદ ક2ી હતી. તેમજ આગામી ગુરૂવાર સુધી સમસ્યાનો કોઇ ઉકેલ નહીં આવે તો અન્ન અને જળનો ત્યાગ કરાવમાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરાશે તેવી ચીમકી પણ આપી હતી. દરેક કંપનીમાં તા.1 થી 10માં પગાર અને પી.એફ. જમા થતું હોય છે પરંતુ અમારી કંપનીમાં છેલ્લા 3 માસથી એક પણ નિયમનું પાલન થતું નથી અને જે ધારા-ધોરણ હોય તેનું પણ પાલન કરવામાં આવતું નથી, દરેક કામદારને પગારમાં ધાંધીયા હોય પી.એફ.માં ધાંધીયા હોય અને 3 માસથી સમયસર પગાર થતો જ નથી. તેવા આક્ષેપો કર્યા હતા.