ખાટડીમાં શ્રી શકિત મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ખાટડીમાં શ્રી શકિત મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ખાટડીમાં શ્રી શકિત મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
શ્રી ક્ષત્રિય સમાજ ખાટડી, તાલુકો મુળી દ્વારા નવનિર્મિત શ્રી શક્તિ માતાજીના નૂતન મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 19 થી 21 દરમિયાન યોજાશે.
આ ત્રિ-દિવસીય મહોત્સવના શાસ્ત્રીજી તરીકે કલ્પેશકુમાર જગન્નાથ તથા જયેન્દ્રભાઈ ઉપાધ્યાય રહેશે. તારીખ 19 ને મંગળવારે સવારે યજ્ઞવિધિ કથા મંડપપ્રવેશ સાંજે 4:30 કલાકે માતાજીની મૂર્તિની નિજ મંદિરેથી દિવ્ય શોભાયાત્રા નિકળશે. આ જ દિવસે રાત્રે ડાક ડમરૂનો દિવ્ય કાર્યક્રમ પણ યોજાશે. તારીખ 20 ને બુધવારે સવારે સ્થાપિત દેવોનું પૂજન, સાંજે યાત્રા અને રાતે દાંડિયા રાસ કાર્યક્રમ યોજાશે. તારીખ 21 ને ગુરૂવારે નિજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા તથા મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાત્રે યોજાયેલ સંતવાણીમાં લોકસાહિત્યકારો બ્રીજરાજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા તથા ભજનીક અપેક્ષા પંડયા રંગ જમાવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ પાવન અવસરે સાયલા જગ્યાના મહંત દુર્ગાદાસ મહારાજ, વડવાળા મંદિર દુધરેજના મહામંડલેશ્ર્વર શ્રી કનીરામદાસજી બાપુ, દુધઈ વડવાળા મંદિરના મહંત શ્રી રામબાલકદાસ બાપુ, ડોળીયા આનંદી આશ્રમના સંત શ્રી દેવ રામુ બાપુ, અખિલ ભારતી સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ વડતાલ મંદિરના પૂજય નવતમ સ્વામીજી, હિંદુ ધર્મ સેનાના શ્રી માધવપ્રિય સ્વામીજી, મુળી સ્વામિનારાયણ મંદિરના શ્યામ સુંદર દાસ ગંગામૈયા આશ્રમ કાપડીયાળીના નિર્મલદાસ બાપુ તથા ભુવા શ્રી પ્રવિણસિંહ બાપુ વગેરે ઉપસ્થિત રહેશે.

આ દિવ્ય મહોત્સવમાં વિજયભાઇ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી) ડો. મહેન્દ્રભાઇ (સાંસદ) મોહનભાઇ કુંડારીયા (સાંસદ) રામભાઇ મોકરીયા (સાંસદ) કિરીટસિંહ રાણા (કેબિનેટ મંત્રી) જગદીશભાઈ મકવાણા (સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ) આઇ.કે.જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય) ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય) લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય) સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ પાવન અવસરે મુખ્ય અતિથિ પદે નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી સોમરાજસિંહ સાયલા સ્ટેટ ક્ષત્રિય પી.ટી.જાડેજા, જયરાજસિંહ ઝાલા (કંથારીયા), હરદેવસિંહજી ટી.જાડેજા (હડમતાળા), જયરાજસિંહ ટી.જાડેજા (ગોંડલ), જાડેજા વિરેન્દ્રસિંહજી (કચ્છ), અનિરૂધ્ધસિંહ જાડેજા, (રીબડા), ડો.રૂદ્રસિંહજી ઝાલા (સુરેન્દ્રનગર), પ્રદ્યુમનસિંહજી રાણા (સુરેન્દ્રનગર), પ્રવિણસિંહજી ઝાલા (લીંબડી), યશવંતસિંહજી ઝાલા (ધ્રાંગધ્રા), વજુભા એસ.ઝાલા (વાંકાનેર), દોલતસિંહજી રાણા (સાયલા), ભૂપેન્દ્રસિંહજી ઝાલા (લખતર), રઘુવિરસિંહજી ઝાલા (મોરબી) વગેરે ઉપસ્થિત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here