રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાણી-પીણી અને પાન-ઠંડાપીણાના 21 ધંધાર્થીઓને ત્યાં ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી. એક સ્થળેથી ખજુર અને પેક નમકીનના પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવી ન હોવાથી 18 કિગ્રા જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. 8 જેટલી પેઢીઓને લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ફૂડ વિભાગની ટીમો દ્વારા વૈશાલીનગર, રેલવેના પાટા સામે રૈયા રોડ પર શ્રધ્ધા પ્રોવિઝનમાં ચેકિંગ દરમ્યાન ઉત્પાદનની વિગત વગરના 8 કિગ્રા ખજુર અને 10 કિગ્રા પેક નમકીનના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને હાઈજીનીક કંડીશન જાળવવા તથા લાયસન્સ મેળવવા નોટીસ અપાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
તમાકુનું વેચાણ કરતા કેટલાક ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધિત હોય તે લખાણનું બોર્ડ લગાવવા સુચના આપવામાં આવી હતી. શ્રધ્ધા પ્રોવિઝનમાંથી વાઘબકરી ચા, કોઠારિયા રોડ પર સિલ્વર બેકરીમાંથી વેનીલા કસાટા કેક, હરિકૃષ્ણ બેકરી કૃષ્ણનગર મેઈન રોડમાંથી બ્લેક ફોરેસ્ટ કેક, ઓમનગર સર્કલ રીંગરોડ પર ગુરૂકૃપામાંથી કૃપા ડબલ ફિલ્ટરડ સિંગતેલ તેમજ ઓમનગર સર્કલ પાસે શ્રેષ્ઠ પ્રીમીયમ રીફાઇન્ડ કપાસિયા તેલના નમુના લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here