ખંઢેર સરકારી સ્કૂલોના ફોટા-વીડિયો મોકલવા ‘આપ’નું આહ્વાન

ખંઢેર સરકારી સ્કૂલોના ફોટા-વીડિયો મોકલવા ‘આપ’નું આહ્વાન
ખંઢેર સરકારી સ્કૂલોના ફોટા-વીડિયો મોકલવા ‘આપ’નું આહ્વાન
ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબુતીથી જનતાનો અવાજ ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતની એક માત્ર વિરોધ પક્ષ છે, જે લોકો માટે અવાજ ઉઠાવે છે અને સત્તામાં બેઠેલી ભાજપને પણ જનતાનો અવાજ સાંભળવા માટે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્કુલની હાલતને બહાર લાવવા અભીયાન શરૂ કર્યું છે. ત્યારે આજે રાજકોટ શહેર ‘આપ’ દ્વારા પત્રકાર પરીષદ રાખીને આપના હોેદેારોએ જણાવ્યું હતું કે, તમામ પાર્ટીઓ શિક્ષણ ઉપર ચૂંટણી લડવા આગળ વધી રહી છે એવા સમયે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે અને વડાપ્રધાન ગુજરાતમાં આવીને શિક્ષણ વિભાગ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સેન્ટર ઉપર વડાપ્રધાન કમાન્ડ સેન્ટર પર ગુજરાતની સરકારી શાળાઓનું લાઈવ વિડીયો પ્રસારણ જોવાના છે ત્યારે, ગુજરાતના હાલના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતની બે- પાંચ સારી સરકારી શાળા બતાવીને વડાપ્રધાનની આંખોમાં ધુળ નાખવાનું કામ કરશે એવું અમને લાગે છે . ગુજરાતની અંદર જે બે પાંચ સારી સરકારી શાળાઓ વડાપ્રધાનને બતાવીને એમને છેતરવાનું કામ ભાજપના શિક્ષણમંત્રી કરશે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ખરાબ સરકારી શાળાઓની હાલત છુપાવીને ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના શિક્ષણમંત્રી આપણા દેશના વડાપ્રધાનને છેતરી ન જાય તે માટે આમ આદમી પાર્ટીએ એક વ્હોટસએપ નંબર જાહેર કર્યો છે. 95 12 04 04 04 આ વ્હોટસએપ નંબર પર ગુજરાતની જનતા પોતાનાં ગામની, શહેરની, મહોલ્લાની કે વિસ્તારની ખરાબ અને ખંડેર સરકારી સ્કુલો હોય તેના ફોટો અને વીડીયો મોકલવા આહવાન કરવામાં આવ્યું છે.

Read About Weather here

આ નંબર ઉપર જે સરકારી સ્કુલો ફોટાઓ અને વિડીયો આવશે એ આમ આદમી પાર્ટી માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન જ્યારે સી.સી.સી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે ત્યારે મીડીયા સોશિયલ મીડીયાના માધ્યમથી અમે વડાપ્રધાન સમક્ષ અમે ગુજરાતની સ્કુલોની વાસ્તવિકતા મુકવાનો નમ્ર પ્રયાશ કરીશું. અને વડાપ્રધાનને વિનંતી કરીશું કે તેઓ આપણા પોતાના ગુજરાતના છે , ગુજરાતી તરીકે આપણને ગર્વ છે કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન છે. પરંતુ સ્કુલોની આ હાલત જે છે એનાથી દુ:ખ થાય અને જ્યારે ભાજપનાં શિક્ષન મંત્રી અને ભાજપના મુખ્યમંત્રી બે ચાર સારી સ્કુલો વડાપ્રધાનને બતાવીને છેતરવાની પ્રવૃતિ કરતા હશે ત્યારે અમે એ નિષ્ફળ શિક્ષણ મંત્રી અને નિષ્ફળ મુખ્યમંત્રીને ખુલ્લા પાડવા માટે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજાવશું. અમારી ગુજરાતના તમામ લોકોને ગુજરાતની જનતાને, કાર્યકર્તા ઓને, જાગૃત નાગરીકો ને વિનંતી છે કે, શિક્ષણ માટેની જે લડાઇ ચાલી રહી છે એક સ્પર્ધા ચાલી રહી છે. હેલ્થી ડીસકસન ચાલી રહ્યુ છે એની અંદર ભાગ લે પોતાના વિસ્તારની સ્કુલોના ફોટો વીડીયો, ક્લાસ રૂમ, ગ્રાઉન્ડ કમ્પાઉન્ડ વોલ, શિક્ષણની ક્વોલીટી શિક્ષકની સંખ્યા સ્કુલની અંદર શિક્ષક શિક્ષણની ક્વોલીટી તમામ બાબતે અમને વોટ્સએપ નંબર ઉપર ડેટા મોકલે તેવો અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here