સમસ્ત વાણંદ સમાજ હાલ ઓ.બી.સી. માં આવેલ છે. અને આ સમાજમાં વાણંદ (ક્ષૌરકર્મ) નો વ્યવસાય કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેમાં આ નાના વ્યસાયથી આ સમાજના આ વ્યવસાય સાથે સંકળાયેલ પરિવાર તે વાણંદ (ક્ષૌરકર્મ) ના વ્યવસાયથી પોતાના પરીવારનું ગુજરાન પણ મુશ્કેલીથી કરી રહેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આમ દરજીકામ, લુધારીકામ, પ્લમ્બીંગ કામ, ધોબીકામ, જેવા મજુરીકામ સાથે સંકળાયેલા વ્યવસાયઓને વ્યવસાય વેરો ભરવાની જવાબદારી આવતી ન હોય અને જે અંગે વાણીજયકવેરા કમિશ્ર્નરની કચેરી, રાજકોટ દ્વારા વ્યવસાય વેરા કાયદામાં તા.1/4/2008 ના સુધારા અન્વયે તથા વ્યવસાયવેરાની મુકતી અંગેનુ નોટિફીકેશન પણ થયેલ છે. જે અંગે તા. 5/4/2010 ના પત્રથી મ્યુ, કમિશ્ર્નર, રાજકોટ મહાનગરપાલિકાને જણાવેલ છે.
Read About Weather here
તેમજ એસેસર એન્ડ ટેક્ષ કલેકટર અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પણ તે ધંધાર્થીને વ્યવસાય વેરો ભરવા માટે જવાબદાર ઠરાવવામાં આવેલ નથી આમ અમદાવાદ મ્યુ. કોર્પો.માં પણ ફકત વાણંદ કામ કરતા ધંધાર્થીઓને વ્યવસાય વેરામાં મુકી છે અને રાજકોટ મહાનગરપાલિકામાં આજ ધંધાર્થી પાસે વેરો વસુલવામાં આવે છે. જેથી આ સમસ્ત વાણંદ સમાજ વતી અરજ કરવાની કે ફકત વાણંદ (ક્ષૌરકર્મ)કામ કરતા ધંધાર્થીને વ્યવસાય વેરામાંથી મુકતી આપવા યોગ્ય ઘટતું કરવામાં આવે તેમ અરવિંદભાઈ સોલંકી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટએ રજૂઆત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here