ક્વોલિફાયર-1ની છેલ્લી ઓવર રોમાંચ…!

ક્વોલિફાયર-1ની છેલ્લી ઓવર રોમાંચ...!
ક્વોલિફાયર-1ની છેલ્લી ઓવર રોમાંચ...!
GT અને RRની પહેલી ક્વોલિફાયર મેચની છેલ્લી ઓવર રોમાંચક રહી હતી. IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે આ ઓવરમાં 2 રન આઉટ થવાની સાથે અશ્વિન અને સાથી ખેલાડી રિયાન પરાગ ગુસ્સામાં સામ-સામે આવી ગયા હતા. તો બીજી બાજુ ગુજરાતના બોલર યશ દયાળે ઈનિંગનો છેલ્લો બોલ 3 વાર ફેંક્યો હતો. તમને પણ આ જાણીને નવાઈ થશે ચલો આપણે આખી રોમાંચક ઓવર પર નજર ફેરવીએ…19.1 – RRનો રિયાન પરાગ લેગ સાઈડ પર શોટ મારવા જતા બોલ થર્ડ મેન પર ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બટલરનો કેચ પકડવા જતા ગુજરાતનો કેપ્ટન હાર્દિક લપસી ગયો હતો. જેથી બટલર કેચ આઉટ પણ ન થયો અને આક્રમક બેટિંગ કરવા લાગ્યો હતો. ફોટો સૌજન્ય- IPL

પરાગના હાથમાંથી બેટ લપસી જતા તે બરાબર શોટ મારી શક્યો નહોતો. જેમાં તેણે 2 રન લીધા હતા.19.2  રિયાન પરાગે ફુલ ટોસ બોલને પંચ કરી લોન્ગ ઓન પર સિંગલ લીધો હતો.19.3 – બટલરને જીવનદાન મળ્યું.ઈનિંગની 17મી ઓવરમાં રાજસ્થાનના બેટર જોસ બટલરને જીવનદાન મળ્યું હતું. આ દરમિયાન યશ દયાળ બોલિંગ કરી રહ્યો હતો. જેના બીજા બોલર પર બટલરે લોન્ગ ઓન પર લોફ્ટેડ શોટ માર્યો હતો. જેને પકડવા માટે હાર્દિક લગભગ તૈયાર હતો પરંતુ તે લપસી જતા તે કેચ પકડી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે કોલકાતામાં વરસાદ પડ્યો હોવાની સીધી અસર ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. આના કારણે હાર્દિક લપસી ગયો હતો.19.4- 0 રન  જોસ બટલરે શાનદાર શોટ માર્યો પરંતુ એક્સ્ટ્રા કવરના ફિલ્ડર પાસે જતા એકપણ રન લઈ શક્યો નહીં.

જોસ બટલર નો બોલ પર રન આઉટ થયો. ફોટો સૌજન્ય- IPL

19.5 – બટલરે ઓફ સ્ટમ્પ બહાર યશ દયાળના ઓવરપિચ બોલને ડ્રાઈવ કરી 2 રન લીધા.ઈનિંગનો છેલ્લો બોલ યશ દયાળે ત્રણ વાર ફેંકવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલી વાર તેણે નો બોલ ફેંક્યો પણ બટલર આઉટ, ત્યારપછી યશ દયાળે બીજી વાર વાઈડ ફેંક્યો. આના કારણે છેલ્લી વાર બરાબર બોલિંગ થતા કુલ 3 વારમાં આ છેલ્લો બોલ ફેંકાયો હતો.19.6- નો બોલ – જોસ બટલરે લોન્ગ ઓન પર શોટ મારી બેક ટુ બેક ભાગ્યો પરંતુ શાનદાર થ્રોના કારણે રનઆઉટ થઈ ગયો હતો. જોકે ત્યારપછી થર્ડ અમ્પાયરે બટલરને તો આઉટ આપ્યો પરંતુ યશ દયાળે ઓવર સ્ટેપિંગના કારણે નો બોલ ફેંક્યો હોવાથી ઈનિંગ સમાપ્ત કરી નહોતી અને રાજસ્થાનને ફ્રી હીટ મળી.ક્રિકેટના નિયમો પ્રમાણે નો બોલ પર બેટર રનઆઉટ થઈ શકે છે.

રિયાન પરાગ અને અશ્વિન વચ્ચે સિંગલ લેવા મુદ્દે વિવાદ થયો- ફોટો સૌજન્ય- IPL

Read About Weather here

રિયાન પરાગ વાઈડ બોલ પર ક્વિક સિંગલ લેવા ભાગી ગયો હતો, પરંતુ અશ્વિન ભાગ્યો ન હોવાથી પરાગ ગુસ્સે થઈ ગયો હતો. તેણે પ્રતિક્રિયા આપ્યું કે તમે આ શું કર્યું ભાગવાનું હતું. ફોટો સૌજન્ય- IPL

યશ દયાળે આઉટ સાઈ ઓફ સ્ટમ્પ વાઈડ બોલ ફેંક્યો હતો. જેમાં સિંગલ લેવા માટે RRનો નોન સ્ટ્રાઈકર બેટર રિયાન પરાગ ભાગી ગયો હતો. જોકે રવિચંદ્રન અશ્વિને આનો ફાયદો ન ઉઠાવ્યો અને તે ક્રીઝ પર જ રહી ગયો હતો. જેના કારણે પરાગ પણ રનઆઉટ થઈ ગયો હતો. આ તમામ ઘટના વચ્ચે પરાગ અને અશ્વિન વચ્ચે થોડો અણબનાવ પણ થયો હતો. પરાગ બે ઘડી તો અશ્વિનને જોતો જ રહી ગયો અને રવિચંદ્રને પણ ઈશારામાં જણાવ્યું કે રન નહોતો લેવાનો. ઉલ્લેખનીય છે કે આ બંને વચ્ચે વધારે વિવાદ નહોતો થયો પરંતુ પરાગ નિરાશ થઈ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.19.6 – 2 રન – અશ્વિને વાઈડ લોન્ગ ઓન પર સ્લોગ કરી શોર્ટ ઓફ લેન્થ બોલ પર 2 રન લીધા હતા.

અશ્વિને પણ પરાગની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે અણબનાવ થયો હતો પરંતુ પરાગ નિરાશ થઈ વિવાદ વધાર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ફોટો સૌજન્ય- IPL

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here