ક્રિપ્ટો ફ્રોડ: અમેરિકાના એફટીએકસના સ્થાપક સેમને 25 વર્ષની જેલ

ક્રિપ્ટો ફ્રોડ: અમેરિકાના એફટીએકસના સ્થાપક સેમને 25 વર્ષની જેલ
ક્રિપ્ટો ફ્રોડ: અમેરિકાના એફટીએકસના સ્થાપક સેમને 25 વર્ષની જેલ

એફટીએકસના સંસ્થાપક સેમ બેકમેન ફ્રાઈડને અમેરિકાની કોર્ટના ન્યાયાધીશ ગઈકાલે ગુરુવારે 25 વર્ષની સજા ફટકારી હતી.

ફ્રાઈડ પર આરોપ છે કે તેણે પોતાની કંપનીના માધ્યમથી ક્રિપ્ટોકરન્સી એકસચેન્જના ગ્રાહકો સાથે અધધધ આઠ બિલિયન ડોલરની ઠગાઈ કરી છે, જે હાલ દેવાળીયા થઈ ચૂકી છે. ફરિયાદીએ આ ઘટનાને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી ઠગાઈઓમાંની એક ગણાવી છે.

મેનહટ્ટન અદાલતના જિલ્લા ન્યાયાધીશ લુઈસ કપલાને સુનાવણી દરમિયાન બેકમમ ફ્રાઈડના એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં તેણે કહ્યું હતું કે એફટીએકસ ગ્રાહકોના પૈસા નથી ગુમાવ્યા અને તેની વિરુદ્ધ ખોટી જુબાની અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે જયુરીએ બેકમેનને એફટીએકસના 2022માં પતન સાથે જોડાયેલ સાત છેતરપીંડી અને કાવતરાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. જજ કપલાને જણાવ્યું હતું કે બેકમેન ફ્રાઈડેએ કોઈ પસ્તાવો પણ નથી વ્યક્ત કર્યો. તે જાણતા હતો કે આ અપરાધ છે પણ તેણે તેનો સ્વીકાર નહોતો કર્યો.