ખેલાડીઓ બોલને ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી રહ્યા હતા અને આ પણ એટલું જ પ્રભાવી હતું. મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં સંશોધનની જાહેરાત કરી છે, પરંતુ એને આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરાશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડકપ પહેલાં ક્રિકેટના નિયમો બદલાઈ જશે.MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પહેલાં એને માત્ર કોવિડને કારણે લાગુ કરાયો હતો, પરંતુ હવે MCC એને કાયદો બનાવી રહી છે. નવો કાયદો બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપશે નહીં, કારણ કે બોલ પર લાળ લગાવવા માટે ખેલાડીઓ શુગરવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
આમ, બોલ પર લાળનો ઉપયોગને પણ એ કેટેગરીમાં મૂકવામાં આવી છે, જેમાં બોલની સ્થિતિ બદલવા માટે અન્ય અનુચિત રીતોનો ઉપયોગ કરાય છે.MCCના નવા નિયમ મુજબ કોઈપણ ખેલાડીના આઉટ થયા પછી મેદાન પર આવનારો નવો ખેલાડી સ્ટ્રાઈક લેશે. પછી ભલે વિકેટ પહેલાં ખેલાડીએ સ્ટ્રાઈક બદલી લીધી હોય. અત્યારસુધી એવું હતું કે કેચ આઉટ થતાં પહેલાં જો શોટ મારનાર ખેલાડી બોલિંગ એન્ડ પર પહોંચી જતો હતો તો નવો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જ રહેતો હતો. હવે કોઈપણ રીતે આઉટ થયા બાદ નવો ખેલાડી સ્ટ્રાઈક લેશે.MCCના સૂચન પછી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)દ્વારા પહેલી વખત ધ હંડ્રેડ લીગમાં એની ટ્રાઈલ પણ કરાઈ હતી.
Read About Weather here
ICC એ માંકડિંગને લઈને મોટો ફેરફાર કરાયો છે. પહેલાં ક્રિકેટ લો 41 મુજબ એને રમતની ભાવનાથી વિરુદ્ધ માનવામાં આવતું હતું,. પરંતુ હવે લો 38, એટલે કે રન આઉટ જ ગણાશે. ડેડ બોલના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. મેચમાં મેદાનમાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે અન્ય વસ્તુથી કોઈ પક્ષને નુકસાન થાય તો એ ડેડ બોલ ગણાશે. મેદાન પર અચાનક આવી જતા ફેન કે કૂતરો આવી જતાં રમત પર કોઈ અસર થશે તો અમ્પાયર કોલ લેશે અને ડેડ બોલ આપી શકશે. પહેલાં આ કેસમાં ડેડ બોલ અપાતો હતો. આ સ્થિતિમાં પહેલાં બેટર સારો શોટ માર્યો હોય તોપણ રન ગણાતો નહોતો, હવે આવું નહીં થાય.ફિલ્ડિંગ ટીમનો કોઈ ખેલાડી ખોટી રીતે મૂવમેન્ટ કરતો જોવા મળશે તો બેટિંગ ટીમને પેનલ્ટી તરીકે 5 રન અપાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here