ક્રાઈમ બ્રાંન્ચ,સાયબર ક્રાઈમ ઓફિસનું સ્થળાંતર શરૂ કરાયું: ટુંક સમયમાં લોકાપર્ણ

ક્રાઈમ બ્રાંન્ચ,સાયબર ક્રાઈમ ઓફિસનું સ્થળાંતર શરૂ કરાયું: ટુંક સમયમાં લોકાપર્ણ
ક્રાઈમ બ્રાંન્ચ,સાયબર ક્રાઈમ ઓફિસનું સ્થળાંતર શરૂ કરાયું: ટુંક સમયમાં લોકાપર્ણ
જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતના વિભાગો માટે નવું-નક્કોર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. ક્રાઈમ બ્રાંન્ચ, સાયબર ક્રાઈમ સહિતની ઑફિસોનો સામાન નવા બિલ્ડિંગ પર મોકલવાનું શરૂ કરી દેવામાં આવતાં લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ક્રાઈમ બ્રાંન્ચ, સાયબર ક્રાઈમની ઑફિસનો મોટાભાગનો સામાન નવા બિલ્ડિંગ પર મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સામાનની હેરફેર યથાવત રાખી પહેલાં સામાનની નવા બિલ્ડિંગમાં ગોઠવણી કરવામાં આવશે. આ પછી જેવું લોકાર્પણની તારીખ મળે એટલે તુરંત લોકાર્પણ કરીને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને રીફર કરવામાં આવે તેવી શક્યતા છે.પોલીસ કમિશનર દ્વારા સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંન્ચ સહિતના વિભાગો માટેના બિલ્ડિંગની જાણકારી મોકલી દેવામાં આવી હતી

Read About Weather here

પરંતુ હજુ સુધી દિલ્હીની લોકાર્પણની તારીખ મળી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટાભાગે આ બિલ્ડિંગનું ઉદૃ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જ થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા હોવાને કારણે તેમની તારીખ મળે તેની રાહ જોવાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here