સાયલા દારૂકાંડમાં ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ થતાં રાજકોટ પોલીસબેડામાં સોપો પડી ગયો હતો, પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ ઘટનાને ગંભીરતાથી લઇ ક્રાઇમ બ્રાંચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતાં અને અગાઉ વિવાદમાં સપડાયેલા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં બિપીન રતિદાન ગઢવી, કરણ પ્રવીણ મારૂ, જયેશ પરષોત્તમ નિમાવત, વિક્રમ સતા ગમારા, સંજય વરજાંગ ચાવડા, ચેતનસિંહ વનરાજસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જશવંતસિંહ અને મહેશ મંડને ક્રાઇમ બ્રાન્ચમાંથી હટાવી દીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત અન્ય પાંચ પોલીસ કર્મચારીઓની પણ તેના પોલીસમથકમાંથી બદલી કરી દેવામાં આવી હતી. ઉપરાંત બીજી બાજુ હજુ પણ અનેકની બદલી તોળાઈ રહી છે ત્યારે તેમની પડનારી ખાલી જગ્યા ઉપર જે કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચમાં મુકાશે તેનો સૌથી પહેલાં તો આગળનો અને પાછળનો ઈતિહાસ સંપૂર્ણ રીતે ચકાસ્યા બાદ જ નિમણૂંક આપવામાં આવશે. જરા અમથી પણ શંકા લાગશે એટલે તેને ક્રાઈમ બ્રાન્ચમાં મુકવાનું જોખમ પોલીસ અધિકારીઓ લેવા માંગતા ન હોય આ મામલે કાચું કપાવા દેવાશે નહીં. બીજી બાજુ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં અમુક પીએસઆઈની બદલીઓ પણ થઈ શકે છે. જો કે અત્યારે કોની બદલીઓ કરવી અને કોને ક્રાઈમ બ્રાન્ચમાં યથાવત રાખવા તેને લઈને મંથન ચાલી રહ્યું છેે.
Read About Weather here
અત્રે ઉલ્લેખનીય છે કે સાયલાથી દારૂ ભરેલા ક્ધટેનર સાથે ડ્રાયવરનું અપહરણ કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ ભાવના કડછા ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી અને કોન્સ્ટેબલ દેવા ધરજીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અગાઉ કથિત તોડકાંડને કારણે રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરી નાખવામાં આવી હતી તો બાકીનાઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. આ પછી ક્રાઈમ બ્રાન્ચમાં સુધારો કરવા માટે નવા પીઆઈને નિમણૂંક આપવામાં આવી હતી તો ડીસીપી ક્રાઈમ તરીકે પાર્થરાજસિંહ ગોહિલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ ખરડાયેલી છબી સુધારવા પ્રયત્નો પણ શરૂ કરી દીધા હતા પરંતુ બ્રાન્ચમાં રહેલો અમુક તેમની મહેનત ઉપર પાણી ફેરવવા માટે મથી રહ્યો હોય તેવી રીતે આબરૂને જોરદાર ધક્કો મારી દીધો છે જેના કારણે દોઢેક મહિનાની અંદર જ આઠ જેટલા કર્મચારીઓ સસ્પેન્ડ થઈ ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here