ક્રાઇમ બ્રાન્ચના છ જવાનોની ઘર વાપસી…!

ક્રાઇમ બ્રાન્ચના છ જવાનોની ઘર વાપસી…!
ક્રાઇમ બ્રાન્ચના છ જવાનોની ઘર વાપસી…!
કમિશનકાંડ અને તેને કારણે લેવાયેલા પગલાંથી રાજકોટ પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન થયું હતું, આ સ્થિતિમાંથી પોલીસને બહાર કાઢવા કમિશનર ખુરશીદ અહેમદે ત્વરિત પગલાં લેતા સ્થિતિ થાળે પડતી થઇ હતી ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ચાર કોન્સ્ટેબલે સાયલાનો દારૂકાંડ કરતાં હોબાળો મચી ગયો હતો. કમિશનર ખુરશીદ અહેમદે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ કરવાની કોઇ હિંમત કરે નહીં તે માટે ક્રાઇમ બ્રાંચની સાફસૂફીનો નિર્ણય લીધો છે. ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે, એકાદ દિવસમાં જ ક્રાઇમ બ્રાન્ચમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે અને વિવાદાસ્પદ પોલીસ કર્મચારીઓની ત્યાંથી બદલી કરવામાં આવશે એટલું જ નહીં પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતા અને કોઇને કોઇ વિવાદમાં રહેલા સ્ટાફને પણ મહત્ત્વની જગ્યા પરથી દૂર કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચના મહેશ મંઢને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં, અશોક ડાંગર અને મનજી ડાંગરને સાયબર ક્રાઇમમાં, આર.કે.જાડેજાને એમ.ઓ.બી.માં, જયંતિ ગોહેલને હેડકવાર્ટરમાં અને ઉમેશ ચાવડાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે. ઉલ્ખનીય છે કે આ છ પોલીસ કર્મીઓને ફરી તેની મુળ જગ્યાએ જ ફરી મુકવામાં આવ્યા છે.! તમામ પોલીસકર્મીને હાલ જ્યા બદલી અપાઇ ત્યાથી જ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી આપવામાં આવી હતી. આજે ફરી મુળ જગ્યાએ ઘર વાપસી કરી દીધાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

Read About Weather here

સાયલામાંથી દારૂ ભરેલા ક્ધટેનર સાથે ડ્રાઇવરનું અપહરણ કરનાર રાજકોટ ક્રાઇમ બ્રાંચના કરતૂતથી સમસ્ત પોલીસબેડાને લાંછન લગાડ્યું છે, આ ઘટનામાં જવાબદાર મહિલા પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ આવી ઘટના ભવિષ્યમાં બને નહીં તે માટે ક્રાઇમ બ્રાંચમાં સ્ટાફને હટાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. માટે આગામિ દિવસોમાં નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના લેટર બોમ્બ બાદ કમિશનર અગ્રવાલની જૂનાગઢ બદલી કરી નાખવામાં આવી હતી અને કમિશનકાંડમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ સાખરા સહિતનાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અગ્રવાલની બદલી થતાં કમિશનર તરીકે જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાંચની કથળેલી હાલત સરખી થાય તે માટે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની પણ નિમણૂક કરવામાં આવી હતી. જો કે, દારૂકાંડને પગલે ફરી ક્રાઈમ બ્રાન્ચ વિવાદમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here