ક્યારેક તો કિંમત ચૂકવી જ પડે છે: મુખ્ય ન્યાયમૂર્તિ રમણા

ક્યારેક તો કિંમત ચૂકવી જ પડે છે: મુખ્ય ન્યાયમૂર્તિ રમણા
ક્યારેક તો કિંમત ચૂકવી જ પડે છે: મુખ્ય ન્યાયમૂર્તિ રમણા

સરકારની વધુ પડતા નજીક જનારા પોલીસ અધિકારીને
પોલીસ અધિકારીઓનાં રાજકીયકરણથી ગંભીર ચિંતા દર્શાવતી સુપ્રીમ
આવા અધિકારીઓ તરફ અદાલતે કોઈ દયા બતાવવી જોઈએ નહીં

સરકારની વધુને વધુ નજીક જતા પોલીસ અધિકારીઓ પ્રતિ ન્યાયતંત્રે જરા પણ દયાભાવના બતાવવી જોઈએ નહીં. એવા સ્પસ્ટ મંતવ્ય સાથે દેશના ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ ટકોર કરી હતી કે, જો તમે (પોલીસ અધિકારી) સરકારની વધુ પડતા નજીક જતા રહો છો

Visit Saurashtra Kranti Homepage here

તો એક દિવસ ચોક્કસ તેની તમારે કિંમત ચૂકવવી પડે છે. વ્યાજ સાથે એ અધિકારીઓ કિંમત ચૂકવવી પડે છે.

મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પસ્ટ દર્શાવ્યું હતું કે, આ ખૂબ જ ચિંતાજનક પ્રવાહ છે એટલે જો આવા અધિકારીઓ સતાપક્ષની નજીક રહેવાનું પસંદ કરે તો એમણે અદાલત પાસેથી દયાભાવનાની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

તમે જ્યાં સુધી સરકારની નજીક રહેશો ત્યાં સુધી નાણા ખંખેરવાથી માંડીને બધા લાભો મળતા રહેશે. પણ જેવી સરકાર બદલાય એટલે અધિકારીએ તેની કિંમત ચુકવવાની રહે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ રમણા તથા ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને મહિલા જજ હિમા કોહલીની બેન્ચ સમક્ષ એક સસ્પેન્ડ પોલીસ અધિકારીએ કરેલી અરજી પર સુપ્રીમે આવા આકરા મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

છતીસગઢમાં ખંડણી ઉઘરાવવાનાં એક કેસમાં ગુરજીન્દપાલ સીંઘ નામના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેણે ધરપકડથી બચવા સુપ્રીમમાં અરજી કરી હતી. અરજી પર આકરા વેણ વ્યક્ત કરતા સુપ્રીમની બેન્ચે ઠરાવ્યું હતું કે,

તમે સરકારની નજીક હો એટલે નાણા ખંખેરવા મંડો આવા કેસમાં તમે રક્ષણ આપી શકાય નહીં. તમારે એક દિવસ કિંમત તો ચૂકવવી જ પડે. આવા અધિકારીઓને સુપ્રીમ શું કામ રક્ષણ આપે? અમારે તમારા જેવા અધિકારીને શું કામ ધરપકડ સામે રક્ષણ આપવું જોઈએ.

Read About Weather here

આ અધિકારી સામે ખંડણી ઉઘરાવવાની ત્રણથી વધુ ફરિયાદો થઇ છે. સુપ્રીમમાં કરેલી અરજીમાં અધિકારીએ એવો દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી બઘેલની એક માંગણી સ્વીકારી ન હોવાથી મારી પર કેસ ઠોકી બેસાડવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here