કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ખાસ વાર્તાલાપમાં સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, કોવિડ હજુ સમાપ્ત થયો નથી. કેટલાક રાજ્યોમાં કેસ વધી રહ્યાનો અહેવાલ છે. એટલે સાવધ રહેવું અને ચેપ ફેલાતો અટકાવવા માસ્ક તથા સમાજીક અંતર કોવિડ યોગ્ય વર્તનને ભૂલવું જોઈએ નહીં.આરોગ્ય મંત્રીએ એક વીડિયો કોન્ફરન્સ મારફત કોરોના સ્થિતિ રસીકરણ કવાયત અને હર ઘર દસ્તક ઝુંબેશની પ્રગતિ અંગે રાજ્યો પાસેથી વિગતો મેળવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ડો. માંડવીયા એ જણાવ્યું હતું કે સમયસર અને વધુ પરીક્ષણથી કોરોના રોગની વહેલી ઓળખ કરી શકાશે અને સમુદાયમાં ચેપના ફેલાવાને રોકવામાં મદદ મળશે. તેમણે સાવધાની અને સર્વેલન્સ ચાલુ રાખવા તથા કોરોનાના નવા નવા ચેપના ઓળખવા જીનોમ સિકવન્સીંગ પર પૂરું ધ્યાન આપવા તાકીદ કરી હતી.તેમણે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ રસીકરણ અને કોવિડ ગાઇડલાઈનના પ્રવાહની પાંચ સ્તરની વ્યૂહરચના ચાલુ જ રાખવા સલાહ આપી હતી. ભારતમાં આવ-જા કરતા આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ પર ઝીણી નજર રાખવા તેમણે સલાહ આપી હતી.તેમણે શાળાઓમાં હાજરી આપી રહેલા 12-17 વય જૂથના લાભાર્થીઓના પ્રથમ અને બીજો ડોઝ આપવાની વેગવાન બનાવવા તેમજ સરકારી ખાનગી શાળાઓમાં મદ્રેસા અને ડે કેર સ્કૂલમાં બાળકોનું રસીકરણ વધારવા અને લક્ષ્યાંક પૂરું કરવા રાજ્યોને વિનંતી કરી હતી.
Read About Weather here
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે 60 વર્ષ થી વધુ વયના નાગરિકો સંવેદનશીલ શ્રેણીમાં ગણાય. એમને વેક્સિન ના સાવચેતીના ડોઝ થી સુરક્ષિત કરવાની જરૂર છે. રાજ્યોમાં આરોગ્ય મંત્રીઓ હોસ્પિટલો સાથે નિયમિત રીતે 18 થી 59 વર્ષની વયજૂથ માટે સાવચેતીના ડોઝ ની સમીક્ષા કરતા રહ્યા. આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે દેશમાં રસી ના પૂરતા ડોઝ ઉપલબ્ધ છે અને કિંમતી રસીનો બગાડ ન થાય એ માટે તારીખ વીતી ગયા પહેલા ડોઝનો ઉપયોગ થઈ જવો જોઈએ. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય મંત્રી રુખિકેશ પટેલ તથા બિહાર, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here