કોર્પોરેશનના ડિમોલીશન બાદ અજાણ્યા શખ્સોએ અસરગ્રસ્ત પરિવારના સામાનમાં આગ લગાવી

કોર્પોરેશનના ડિમોલીશન બાદ અજાણ્યા શખ્સોએ અસરગ્રસ્ત પરિવારના સામાનમાં આગ લગાવી
કોર્પોરેશનના ડિમોલીશન બાદ અજાણ્યા શખ્સોએ અસરગ્રસ્ત પરિવારના સામાનમાં આગ લગાવી

પાંચેક પરિવારનો સામાન ત્યાં પડ્યો હોય સોસાયટીના ત્રણ કે ચાર શખ્સોએ આગ ચાંપી હોવાનો આક્ષેપ: ફાયર બ્રિગેડે આગ બુઝાવી: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મવડીના રામધણ આશ્રમની પાછળ શાંતીનિકેતન કોલેજ પાસે આવેલા ઝુંપડાઓ રાજકોટ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં ખાલી કરાવ્યા હતા. બાદમાં ત્યાં રહેતા લોકોએ ઝુંપડામાં રહેલ સામાન હટાવી લીધો હતો જે સામાનમાં કોઈ અજાણ્યા ચારેક શખ્સોએ આગ લગાડી સળગાવી દેતા નુકશાન થયાની મહિલાએ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં રામધણ પાસે ઝુંપડામાં રહેતા સોનાબેન દીલાભાઇ વાઘેલા(ઉ.વ.45)એ અજાણ્યા ત્રણથી ચાર શખ્સો સામે કલમ 435, 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા પતિ પાંચેક માસ અગાઉ મૃત્યુ પામ્યા છે. મારે સંતાનમા ચાર દીકરી અને બે દીકરા છે. હું મવડીરોડ રામઘણ આશ્રમની પાસે રેકડી રાખી શાકભાજીનો વેપાર ધંઘો કરૂ છું અને અમે સરકારી જમીનમાં ઝુપડા બાંધીને રહેતા હતા અને આજથી આઠ દશ દીવસ અગાઉ રાજકોટ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં અમારા ઝુંપડાઓ ખાલી કરાવી નાખ્યા હતા અને અમો સરસામાન હટાવી લીધા હતા અને ત્યાં ઝુંપડાઓના લાકડા તેમજ અમારો સરસામાન ત્યાં પડેલ હોય અને અમો ત્યાંજ ખુલ્લામાં રહેતા હતા. ગઇકાલ રાત્રીના અમારા લાકડા તેમજ ઘરવખરી સર સામાન ખુલ્લામા પડેલ હોય જે જગ્યાએ લાકડામાં જે.કે.સાગર સોસાયટીના રહેવાસીઓ અજાણ્યા ત્રણ થી ચાર ઇસમોએ ત્યાં આગ લગાડી હોય અમારા ઝુપડાના લાકડા તેમજ ઘર વખરીનો સરસામાન સળગતો હોય ત્યારે મે 100 નંબરમાં ફોન કરી આગ લગાડયા અંગેની જાણ પોલીસને કરી હતી અને થોડીવારમા પોલીસ તેમજ ફાયર બ્રીગેડની ગાડી આવી ગયેલ અને ત્યા લાગેલ આગ બુઝવી નાખી હતી. આ આગ લગાડવાનુ કારણ આ કામના આરોપીઓની સોસાયટી આગળ અમે ઝુપડા બાંધીને રહેતા હોય જે બાબતે તેઓને ગમતુ ન હોય જેથી કોપોરેશન દ્વારા પાડી દીધા હોય તેમ છતા અમારા ઝુપડાઓના સામાનમાં આગ લગાડી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here