કોર્ટમાં સુનાવણી શરૂ આર્યન ખાનને જામીન મળશે?

કોર્ટમાં સુનાવણી શરૂ આર્યન ખાનને જામીન મળશે?
કોર્ટમાં સુનાવણી શરૂ આર્યન ખાનને જામીન મળશે?
ગૌરી ખાનને 8 ઓક્ટોબરના રોજ 50 પૂરાં થઈને 51મું બેસશે. આ પ્રસંગે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ થયા બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે.

આર્યન ખાનના વકીલ માનશિંદેએ કોર્ટમાં બે જામીન અરજી કરી છે, જેમાં એક વચગાળાની તથા એક રેગ્યુલર જામીન અરજી છે.

ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ આર એમ નેર્લિકરની કોર્ટમાં આર્યન ખાનની વચગાળાની જામીન અંગે સુનાવણી થઈ રહી છે. રેગ્યુલર જામીન માટે સ્પેશિયલ કોર્ટ જવું પડશે.

NCBએ 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે આ વાત ફગાવી દીધી હતી. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી કરવાની અપીલ કરી હતી.

જોકે એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ વિરોધ કર્યો હતો અને પછી કોર્ટે પણ ના પાડી દીધી હતી. આજે (8 ઓક્ટોબર) જામીન અરજી પર સુનાવણી થશે.

7 ઓક્ટોબરે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 8ને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આર્યન ખાન સહિત 8 આરોપી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં રહ્યા હતાં.

આજે (8 ઓક્ટોબર) કોર્ટમાં 12.56 મિનિટે જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટમાં આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ સુનાવણી થશે.

હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી કોર્ટ રૂમમાં ભીડ જમા થઈ ગઈ હતી. બચાવ પક્ષના વકીલે જજને આગ્રહ કર્યો હતો કે જે લોકોનો કેસ સાથે સંબંધ નથી તેમને કોર્ટ રૂમની બહાર મોકલવામાં આવે.

જજે કેસ સંબંધિત લોકોને હાથ ઉપર કરવાનું કહ્યું અને બાકીના લોકોને બહાર જવાનો આદેશ આપ્યો હતો.

Read About Weather here

NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને વિનંતી કરી હતી કે તમામ આરોપીઓને NCB લોકઅપમાં જ રાખવામાં આવે, કારણ કે સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી, આથી NCB પાસે જ આઠેય આરોપીના રિમાન્ડ રહે, જેને કોર્ટે માન્ય રાખ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here