કોરોના મુદો વિધાનસભામાં કોંગ્રેસનો ભારે દેકારો: 10 સભ્યો સસ્પેન્ડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અધ્યક્ષનાં પગલાના વિરોધમાં ગૃહમાં જ વિપક્ષી સભ્યોના ધરણા અને રામધુન: બપોરે સસ્પેન્સન પાછું ખેંચી લેવાતા કોંગ્રેસના સભ્યોએ ધરણા રદ્ કર્યા: કોરોના મૃતકોનો ખોટો આંકડો રજૂ કરાયાનો વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ
એક તબક્કે કોંગ્રેસના સભ્યોએ વેલમાં ધસી જઇ સ્પીકર સામે પ્લેકાર્ડ અને બેનર ફરકાવ્યા: જોરજોરથી તાળીઓ પાડી રામધુન શરૂ કરી, બે મંત્રીઓ અધ્યક્ષની ચેમ્બરમાં ધસી ગયા

ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુ અને સહાય જેવા મુદ્ાઓ તથા વેક્સિનેશનના મામલે આજે વિધાનસભા સત્રનાં બીજા અને છેલ્લા દિવસે વિપક્ષી કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે શોરબકોર મચાવી દેતા સવારે એક તબક્કે અધ્યક્ષને ગૃહ મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસના સભ્યોએ વેલમાં ધસી જઇ અધ્યક્ષની સામે પ્લેકાર્ડ અને બેનર ફરકાવ્યા હતા. આથી સ્પીકર ડો.નીમાબેન આચાર્યએ વેલમાં ધસી ગયેલા વિપક્ષના નવસાદ સોલંકી સહિતના 10 સભ્યોને સસ્પેન્ડ કરી દેતા એક તબક્કે ભારે હોબાળો મચી ગયો હતો.

ધાંધલ ધમાલ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા આરોગ્ય મંત્રી ઋષીકેસ પટેલ એક સમયે સ્પીકરની ચેમ્બરમાં દોડી ગયા હતા અને વાટાધાતો શરૂ કરી હતી.

ત્યાર બાદ સ્પીકર દ્વારા કોંગ્રેસના સભ્યોનું સસ્પેન્સન પાછું લઇ લેવામાં આવ્યું હતું. લગભગ અડધો કલાક ગૃહની કાર્યવાહી ખોરવાઇ હતી. સસ્પેન્સન પાછું લેવાયા બાદ કોંગ્રેસના સભ્યોએ ધરણા બંધ કર્યા હતા અને ગૃહની કાર્યવાહી શરૂ થઇ હતી.

એક તબક્કે વેલમાં ધસી ગયેલા કોંગ્રેસના સભ્યોએ જોરજોરથી તાલીઓ પાડી અને રામધુન પણ શરૂ કરી દીધી હતી. રાજયમાં કોરોનાથી 3864 લોકોના મોત થયાનો સરકારે ગૃહમાં આંકડો રજૂ કર્યો હતો

ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ તરત ઉભા થઇને ટકોર કરી હતી કે, કોરોનાના મોતનો ગૃહમાં રજૂ થયેલ આંકડો ખોટો છે. ખુદ રાજયના આરોગ્ય વિભાગે 10380 મોત કોરોનાથી થયેલાનું દર્શાવ્યું છે. આ રીતે ભારે ધાંધલ ધમાલ મચી ગઇ હતી.

આજે ગૃહમાં સીએજીનો અહેવાલ રજૂ થવાનો છે. વિપક્ષી સભ્યના એક પ્રશ્ર્નના ઉત્તરમાં સરકારે લેખીત જવાબ આપ્યો હતો કે, એક વર્ષમાં અમદાવાદમાં 56 વ્યકિત અને વડોદરામાં 15 વ્યકિતઓ પાસેથી રેમડેસીવીર ઇન્જેકશનનો ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો.

સરકારે રસીના ડોઝ બગડી ગયાની પણ કબુલાત કરી હતી. એક પ્રશ્ર્નના જવાબમાં સરકારે સ્વીકાર્યુ હતું કે, કુલ 8 લાખ 33 હજાર 466 જેટલા વેક્સિન ડોઝનો બગાડ થયો હતો.

જુલાઇ સુધીમાં રાજયમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. બિનઅનામત આયોગ અંગેના સવાલના જવાબમાં સરકારે દર્શાવ્યું હતું કે, આયોગની રૂ.47.96 લાખની ગ્રાન્ટ અણવપરાયેલી પડી રહી છે.

વહીવટી કારણોસર આટલી રકમ વાપરી શકાઇ નથી. સરકારે એવું પણ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાને કારણે કુલ 14 આરોગ્ય અધિકારી અને કર્મચારીના મૃત્યુ થયા હતા. એ પૈકી 11 મૃતકોના પરિવારોને સહાય ચુકવવામાં આવી છે.

Read About Weather here

પ્રતિ કોરોના વોરીયસ રૂ.50 લાખની સહાય ચુકવવામાં આવી છે. અન્ય મૃત્યુ પામેલા દર્દીઓના વારસદારોને હજુ કોઇ રકમ ચુકવવામાં આવી નથી એવું સરકારે ગૃહમાં જાહેર કર્યુ હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here