કોરોના દિવંગતોને ગાયત્રી મહાયજ્ઞ થકી શ્રદ્ધાંજલિ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરની જાણીતી યુવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા કોરોનાની મહામારીમાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા તેઓને આત્માની શાંતિ માટે ગાયત્રી પરિવાર-વૈશાલીનગરના સહયોગથી ભક્તિનગર સર્કલ આવેલ શ્રી ધારેશ્ર્વર મહાદેવ મંદિરમાં યોજવામાં આવેલ 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રની વિશેષ આહુતિ આપવામાં આવી હતી. બપોરે બીડું હોમવામાં આવેલ અને આરતી ઉતારવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલ 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞના દર્શનાર્થે સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ધારેશ્ર્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠકકર, પ્રવીણભાઈ ધોળકિયા રમણીકભાઇ જસાણી, દિલીપભાઈ ઠાકર, રાજેશભાઈ ભાતેલિયા, રાજુભાઈ જુંજા, જયેશભાઈ જાની, ગૌતમભાઈ દવે, વિપુલભાઈ પરમાર, જૈન અગ્રણી હિતેશભાઈ મહેતા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રતાપભાઈ જૈન, ભરતભાઈ પંડ્યા, સંદીપભાઈ રાઠોડ, રમેશભાઈ ઢોલરીયા, કિશોરભાઈ પટીયાર, કિશોરભાઈ ભાડલીયા, નલીનભાઇ તન્ના, અતુલભાઈ વોરા

Read About Weather here

તેમજ કોરોનાના સ્વજન ગુમાવનારા પરિવારજનો તેમજ ધર્મપ્રેમી ભાઇઓ – બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધર્મકાર્ય ની સાથે ચક્ષુદાન અભિયાન અને વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત માનવતા પ્રેમી સ્વજનોએ ચક્ષુદાનના સંકલ્પપત્રો ભરેલ તેમજ યજ્ઞકાર્યમાં ઉપસ્થિત બહેનોને પોતાના પરિવારમાં વ્યસન ધરાવતા હોય તેને વ્યસન મુક્તિ કરાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો છે.સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજભાઈ રૂપારેલીયા, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, કિશોર ટાકોદરા, નયન ગંધા, ગોપાલભાઈ વ્યાસ, અશ્વિન ચૌહાણ, અરવિંદભાઈ મહેતા, રમેશ શિશાંગીયા, ગાયત્રી પરિવારના હિતેશભાઈ મહેતા, દીપકભાઈ વગેરે કાર્યરત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here