કોરોના કાળમાં પત્રકારોએ જાનના જોખમે જવાબદારી નિભાવી: કલેકટર

કોરોના કાળમાં પત્રકારોએ જાનના જોખમે જવાબદારી નિભાવી: કલેકટર
કોરોના કાળમાં પત્રકારોએ જાનના જોખમે જવાબદારી નિભાવી: કલેકટર

માહિતી કચેરી રાજકોટ અને એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા આયોજીત હેલ્થ ચેકઅપ કેમ્પમાં 200 થી વધુ મીડિયા કર્મીઓએ લાભ લીધો

આવનારા સમયમાં કોઈપણ પ્રકારના પડકારોને પહોંચી વળવા મીડિયા કર્મીઓ સ્વસ્થ રહે તે જરૂરી: રાજુ ધ્રુવ

માહિતી કચેરી, રાજકોટ અને એચ.સી.જી. મલ્ટી સ્પેશિવાલિટી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રવિવારે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના 216 કર્મીઓએ બ્લડ તેમજ ટેસ્ટ પર કર્મીઓનું ઈ.સી.જી. તેમજ એકસપર્ટસ ડાકેટર્સના ક્ધસલ્ટિંગનો લાભ લીધો હતો.

કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતી ખાતા તેમજ એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક કેમ્પના આયોજન બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, પત્રકરોએ કોરોના દરમ્યાન ખુબ જવાબદારી સાથે આરોગ્યના જોખમે કામગીરી કરી છે. ત્યારે તેઓના આરોગ્યની પણ ચિંતા કરવી જરૂરી છે. જયારે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે પ્રેસ, પોલીસ અને પોલિટિશ્યનની કામગીરી ખુબ સ્ટ્રેસફુલ હોઈ છે. અનિયમિત દિનચર્યાને કારણે આરોગ્ય પર અસર પડતી હોઈ છે.

આવનારા સમયમાં કોઈપણ પ્રકારના પડકારોને પહોંચી વળવા મીડિયા કર્મીઓ સ્વસ્થ રહે તે જરૂરી છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે આ તકે એચ.સી.જી. હોસ્પિટલની પહેલને પણ બિરદાવી હતી.

એચ.સી.જી. હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર્સ સર્વે ડો. ખુશાલી લાલસેતા (એમ.ડી. મેડિસિન), ડો. પાર્થ લાલસેતા (ન્યુરો સર્જન), ડો. પ્રકાશ રાબડીયા (ક્રિટિકલ કેર), ડો. અહેલ સરડવા (ઓર્થોપેડિક સર્જન) ડો. યશ રાણા (પલ્મોલોજિસ્ટ) ડો. નિકુંજ કોટેચા (કાર્ડિયોલોજિસ્ટ) તેમજ ડો. ક્રિના બેન જીવાણી (ડેન્ટલ) દ્વારા તમામ મીડિયાકર્મીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ડોક્ટર્સ દ્વારા પત્રકારોને નિયમિતતા, સંતુલિત આહાર તેમજ નિયમિત યોગા અને કસરત પર ખાસ ભાર મુક્યો હતો. કોરોના બાદ ફેફસા નબળા પડવાની અને હાફ ચડવાની કમ્પ્લેન જોવા મળી હતી. જેમાં ફેફસા સંબંધી યોગા અને શ્ર્વસન તંત્ર મજબૂત બને તે માટે ડો. યશ રાણાએ ખાસ ભાર મુક્યો હતો. મીડિયા કર્મીઓ દ્વારા ડોક્ટર્સ અને સમગ્ર સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટીમ દ્વારા બ્લડ સેમ્પલ, બીપી.સુગર, ઈ.સી.જી. ના જરૂરિયાત મુજબના રિપોર્ટ્સ તેમજ ખાસ કરીને મેડિકલ હિસ્ટ્રી જાણી સંતોશકારક ખુબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શરદ બુંબડીયા, નાયબ માહિતી નિયામક જગદીશ સત્યદેવ, કેતન દવે રાજકુમાર, શૈલેષભાઈ અને ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું એચ.સી.જી.ના માર્કેટિંગ મેનેજર હેડ પ્રભુદાસ જાજલ સાથે વિનિયોગ કરી સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં એચ.સી.જી.ના ચિરાગ દવે, નર્સીંગ હેડ મહેન્દ્ર રાદડિયા, હિરેન બુચ, મિનાઝ દલ, નિશા જહા, જ્યોતિ મકવાણા સહીત નર્સિંગ સ્ટાફનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.હોસ્પિટલ દ્વારા પત્રકરોના રજીસ્ટ્રેશન, સેમ્પલ કલેકશન તેમજ ડોક્ટર્સના માર્ગદર્શન માટે ખાસ તૈયારી કરી હતી.

Read About Weather here

તેમજ બ્લડ રિપોર્ટ એસ.એમ.એસ. દ્વારા ગણત્રીના સમયમાં જ મોકલી આપવામાં આવ્યા હતા. કોરોના બાદ મીડિયા ક્ષેત્રે સંકળાયેલા કોરોના વોરિયર્સ એવા પત્રકાર મિત્રો માટે આ પ્રકારે સમયાંતરે હેલ્થ ચેકઅપ કેમ્પની માંગ હોઈ માહિતી ખાતા દ્વારા પહેલ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here