કોરોનાથી સાડા ત્રણ લાખના મોત થયા છે, સરકાર 3500 બતાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સરકાર નિષ્ફળતા છુપાવવા માટે ખોટા આંકડા આપી લોકોને ગુમરાહ કરી રહી છે: પરેશ ધાનાણી, વિધાનસભા ગૃહનાં પરિષરમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન સરકાર પર આકરા પ્રહારો કરતી કોંગ્રેસ, વિધાનસભામાં અપાયેલા મૃતકોના અને સરકારના જ આરોગ્ય વિભાગના આંકડા વચ્ચે ભારે મોટો તફાવત
કોરોનાથી 16 હજાર બાળકો નિરાધાર બન્યાનો કોંગ્રેસનો દાવો, કોરોના પીડિતો માટે કોંગ્રેસની લડત ચાલુ રહેશે
સરકાર સત્યનો સ્વીકાર કરે, વિપક્ષી નેતાની સલાહ

ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનાં આંકડા બાબતે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ટકરાવ ઉગ્રતાની પરાકાષ્ટાએ પહોંચી ગયો છે. વિધાનસભા સત્રનાં આજે બીજા અને અંતીમ દિવસે ગૃહમાં ધાંધલ ધમાલ

Visit Saurashtra Kranti Homepage here

બાદ વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સણસણતો આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકાર લોકોને આંકડાની માયાજાળમાં ફસાવીને ગુમરાહ કરી રહી છે.

સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે કોરોના મોતનાં ખોટા આંકડા જાહેર કરી રહી છે.

વિપક્ષી નેતા ધાનાણીએ સ્પષ્ટ ટકોર કરી હતી કે, ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલા કોરોના મૃતકોના આંકડા અને ખુદ રાજય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા કોરોના મૃતકોના આંકડાઓ વચ્ચે ઝબરો તફાવત જોવા મળ્યો છે.

આંકડાઓમાં ખુબ જ વિસંગત્તા જોવા મળી છે. વિપક્ષી નેતાએ દાવો કર્યો હતો કે, રાજયમાં કોરોનાથી 3 લાખ 64 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાની કોંગ્રેસને અંદાજો છે.

વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મૃતકોનો આંકડો 10 હજારથી વધુ હોવાનું દર્શાવવામાં આવે છે. જયારે વિધાનસભામાં આજે સરકાર કહે છે કે, કોરોનાથી 3500થી વધુ લોકોના મોત જ થયા છે. આ રીતે રાજય સરકાર આંકડાની માયાજાળ રચીને લોકોને ગુમરાહ કરી રહી છે. તેમણે હુંકાર કર્યો હતો કે, કોરોના મૃતકોના પરીવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસની લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે.
સરકાર તેની નિષ્ફળતા છુપાવવા માટે ખોટા આંકડા રજૂ કરી રહી છે. હકીકતે વિતેલા 25 વર્ષમાં આરોગ્ય વિભાગની સૌથી નબળી કામગીરી કોરોના કાળમાં જોવા મળી છે. કોરોનાની મહામારી પરાકાષ્ટા પર હતી ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સરકારે અહંકારમાં આડેધડ નિર્ણયો કર્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ આવો જ નિર્ણય છે. ધાનાણી એ સરકારની પોલ ખોલતા જણાવ્યું હતું કે,સાબરકાંઠાની પાંચ નગર પાલિકા વિસ્તારમાં કોરોનાથી 235 મોત થયાનું ખુદ રાજય સરકારે કહયું હતું.

રાજય સરકારે જે આંકડા આપ્યા છે એ મુજબ જ 10 હજારથી વધુ મોત થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. પણ વિધાનસભામાં સરકાર મોતનો આંકડો માત્ર 3500નો આપી રહયો છે. પરેશ ધાનાણીએ એવો પણ દાવો કર્યો હતો

Read About Weather here

કે, રાજયમાં કોરોનાને કારણે 16 હજારથી વધુ બાળકો નીરાધાર બન્યા છે. સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકાર તેની કોરોના નિષ્ફળતા ઢાંકવા માટે કોરોના મૃતકોના ખોટા આંકડા આપી રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here