સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે આઇ લવ યુ કહ્યું હતું.ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના સંબંધોનો ઓફિશિયલી સ્વીકાર કર્યો છે. જોકે બંનેમાંથી કોઈએ હજી સુધી પોતાના પ્રેમસંબંધ અંગે ખૂલીને વાત કરી નથી. બંને વચ્ચે લાંબા સમયથી અફેર ચાલે છે.2 જૂનના રોજ સોનાક્ષીનો બર્થડે હતો. 6 જૂનના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શૅર કરીને આઇ લવ યુ કહ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here

ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. પિતા ઈકબાલ રત્નાસી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મિત્ર છે.સલમાન ખાને ઝહીરને બહેનના લગ્નમાં પર્ફોર્મ કરતો જોયો હતો. એ સમયે એક્ટરે ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ઝહીરે 2014માં સોહેલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2019માં સલમાન ખાને ફિલ્મ ‘નોટબુક’થી ઝહીરને લૉન્ચ કર્યો છે. આ ફિલ્મ હોલિવૂડની ‘ટીચર્સ ડાયરી’માંથી પ્રેરિત હતી. ડિરેક્ટર સતરામ રમાણીની ફિલ્મ ‘ડબલ XL’માં હુમા કુરૈશી, સોનાક્ષી સિંહા તથા ઝહીર ઈકબાલ છે.સલમાને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જવાનીના દિવસોમાં તેણે ઈકબાલ પાસેથી 2011 રૂપિયા ઉધાર લીધા હતા.

Read About Weather here
ભગવાનનો આભાર છે કે તેમણે વ્યાજ લીધું નહોતું. દીકરાને લૉન્ચ કરે છે તો પિતાની પોસ્ટ તો કરી જ શકું ને?15 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.સોનાક્ષી પહેલાં ઝહીરનું નામ 2014માં આવેલી ફિલ્મ ‘લેકર હમ દીવાના દિલ’ની એક્ટ્રેસ દીક્ષા સેઠ સાથે જોડાયું હતું. જોકે દીક્ષા કે ઝહીરે પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. દીક્ષા બાદ ઝહીરનું નામ સના સઈદ સાથે પણ ચર્ચાયું હતું. સનાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં કામ કર્યું હતું.સોનાક્ષી તથા ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાને કરાવી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here