કોઠારીયા કોલોનીમાં 6 ફૂટ ઉંડા ભયજનક ખાડાનાં વિરોધમાં રોષભેર ધરણા-રામધૂન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મનપાના વોર્ડ નં.3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી, કોઠારીયા કોલોની યુવા ગુ્રપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, લોકસંસદ વિચાર મંચના સરલાબેન પાટડીયાની સંયુકત યાદીમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર 14 માં કોઠારીયા કોલોની ખાતે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ (શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર) અને કામદાર રાજ્ય વીમા યોજના દવાખાના કમ્પાઉન્ડ વોલની બાઉન્ડ્રી બનાવવા માટે છેલ્લા 22 દિવસથી એક ડઝનથી વધુ ખાડાઓ ખોદીને કોન્ટ્રાક્ટર કામ પડતું મૂકીને રફુચક્કર થઈ જતાં આ ખાડામાં આખો માણસ ગરક થઈ જાય તે પ્રકારના 10 ફૂટની પહોળાઈ અને છ ફૂટ ઉંડા ખાડાઓ લોકો માટે અને સ્થાનિક બાળકો અને દવાખાનામાં આવતા દરદીઓ માટે આ ખાડા મોતની લટકતી તલવાર સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા બાળકોના હિતમાં કચેરીના વડા શાખા પ્રબંધક એચ. સી. સુરૈયાને અગાઉ મૌખિક રજૂઆતો કરી ખાડા બૂરી દેવા અથવા દીવાલનું કામ શરૂ કરવા રજૂઆતો કરી હતી પરંતુ એ રજૂઆતોનો શાખા પ્રબંધક દ્વારા ઉલાળિયો કરતા રહેવાસીઓએ કોઠારીયા કોલોની યુવા પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાને કરતા સ્થાનિકે અગ્રણીઓની આગેવાનીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમના શાખા પ્રબંધક એચ. સી. સૂરૈયાને લેખિત રજૂઆતો કરી લોકો માટે જાનના જોખમી બનેલા આ ખાડાઓ જાનહાનિ સર્જાઇએ પહેલા બુરી દેવા અથવા દીવાલની મરામતનું કામ પુન: શરૂ કરવા અપીલ કરી હતી પરંતુ શાખા પ્રબંધક એ કહ્યું આમાં હું કાંઇ ન કરી શકું વડી કચેરી આદેશ કરે તે મુજબ મારે કામ કરવાનું હોય એ પ્રકારના ઉડાઉ જવાબ આપવાને પગલે શાખા પ્રબંધકની ચેમ્બરમાં ધરણા અને રામ ધૂન શરૂ કરતાં શાખા પ્રબંધકને વડી કચેરીએ તત્કાલીન સમયે ટેલિફોનિક અને પત્ર લખવાની ફરજ પડી હતી.

રજૂઆત કરતાં લોકોએ અધિકારીને જણાવ્યું હતું કે, આ મસમોટા ખાડાઓ નહિ બુરાય અને વરસાદ આવશે તો આ તમામ ખાડાઓ લોકો માટે મોતના કૂવા બનશે આશ્ચર્યની બાબત તો એ છે કે એક પણ ખાડાઓ ફરતે લોકો માટે સલામતી ના કોઈ પગલાં ભરાયા નથી કોઈ આડશો કે બેરીકેડ લગાવવામાં આવેલ ન હોવાથી દવાખાનામાં આવેલ દર્દી કે સ્થાનિક રહીશોના બાળકો કે સિનિયર સિટીઝન ઉપર મોત ઝઝૂમી રહ્યું છે. જે પગલે કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ દ્વારા શહેર પોલીસ કમિશનરને લોકોના જાનની પરવા કર્યા વગર ખાડાઓ ખુલ્લા મૂકનાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પર ગુનો દાખલ કરવા તેમજ મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓને આ બાબતે તાકીદે યોગ્ય કરવા રજૂઆતો કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ કમ્પાઉન્ડમાં અગાઉ પણ બેસુમાર ગંદકી, કચરો, એઠવાડ ઉભા થતાં સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશતને પગલે તત્કાલીન સમયે આ દવાખાનાને લતાવાસીઓ દ્વારા સફાઈના બાટલાઓ ચડાવાની ફરજ પડી હતી.

Read About Weather here

આ દવાખાનુ લોકો માટે સુવિધાને બદલે સ્થાનિક રહીશો માટે દુવિધા ઊભી કરી છે. જોખમી ખાડાઓ બુરી દેવા માટેનું તંત્ર વાહકોને આગામી 48 કલાકનું અલ્ટીમેટમ આપીને અન્યથા સ્થાનિક રહીશો આ મસમોટા ડઝનથી વધારે ખાડાઓ બુરી દેવાનું અભિયાન હાથ ધરાશે જેની કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારી અને કોન્ટ્રાક્ટરો નોંધ લે.તેવી ચીમકી અપાઈ છે.શાખા પ્રબંધકને ઉગ્ર રજૂઆતમાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, ગજેન્દ્ર સિંહ ઝાલા, સરલાબેન પાટડીયા, પેઇન્ટર પ્રવીણભાઈ, ભરતભાઈ કાચા, ગીતાબેન ચૌહાણ, રીટાબેન સાગર, ધ્રુપદબા જાડેજા, નટુભા ઝાલા, હંસાબેન રાઠોડ, જીતુબેન સોલંકી, કિરણબેન કાચા, હેતલબેન પરમાર, કુણાલ ભાઈ પરમાર, મનોજભાઈ ચૌહાણ, પારૂલબેન સિધ્ધપુરા, હંસાબેન સાપરીયા, ભાવનાબેન જોગીયા સહિતના રાજકીય સામાજિક આગેવાનો અને લતાવાસીઓ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here