લોક સંસદ વિચાર મંચના સ્થાપક અને પ્રણેતા કોઠારીયા કોલોની યુવા ગૃપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ) ની યાદીમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આજે વધુ એક વખત પાણીનો વેડફાટ થયો છે. અગાઉ પણ આ વોર્ડમાં અનેક વખત પાણીની લાઇનો તૂટી છે અને પાણીનો વેડફાટ થયો જ છે. જે મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજૂદ છે.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડના કોઠારીયા કોલોની વિસ્તારમાં સવારે 10 વાગે પાણી આવે છે તે પાણી 10:20 બંધ થવું જોઈએ પરંતુ પાણી 11:30 સુધી બંધ ન થતાં વિસ્તારના સામાજિક રાજકીય આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાને આ અંગે ફરિયાદ મળતાં તેઓ કોઠારીયા કોલોનીમાં પાણીની રેલમછેલ હતી ત્યાં ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પાણીની થતી રેલમછેલ અને જળબંબાકાર અંગે કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર 22151338 થી ફરિયાદ કરી અને મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર એચ.એમ. કોટક, ડેપ્યુટી ઈજનેર વી. સી. રાજદેવ, આસિસ્ટન્ટ ઇજનેર બાવડેચાને એક કલાકથી વધુ સમયથી પાણીનો થતો વેડફાટ તાત્કાલિક બંધ કરવા ગજેન્દ્રસિંહ ઝાલાએ ત્રણેય અધિકારીઓને ટેલિફોનિક ફરિયાદ કરી હતી અને ફરીયાદની સાથે જ પાણી બંધ કરવામાં આવ્યું હતું.
જો ગજુભા એ સ્થળ પર જઇ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરવા માં ન આવી હોત તો લાખો લિટર પાણી કલાકો સુધી વહી જતું રહેત અને પાણીનો બિનજરૂરી વેડફાટ થઈ જાત.વધુમાં કોઠારિયા કોલોનીમાં તારીખ 4 ના પાણીકાપ હતો તારીખ 5 ના પાંચ કલાક પાણી મોડું આવેલ અને ફક્ત પાંચથી સાત મિનિટ પાણી આવેલ હતું જ્યારે આજે પાણી બંધ થયું જ નહીં કલાકો સુધી પાણી વેડફાયુ. નર્મદાના નીરના મોંઘાદાટ પાણી વોર્ડ નંબર 14 માં થતો વખતો-વખત વેડફાટ અંગે જવાબદારી કોની ? પાણી વેડફાટમાં બેદરકારીમાં તંત્રએ હવે અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરી પેનલ્ટી કરવી જોઈએ.
Read About Weather here
પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે ત્યારે આ પ્રકારના બનાવો બનતા રહે છે અને આ પ્રકારના બનાવો ન બને તે માટે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ અન્યથા દરેક વોર્ડમાં આ રીતે લોલમલોલ ચાલતું રહેશે.ઉલ્લેખનીય છે કે ગજેન્દ્રસિંહ ઝાલા એ અગાઉ પાણીનો વેડફાટ અંગે કમિશનર સુધી ફરિયાદો કરી છે જે પગલે પાણીનો વેડફાટમાં બેદરકારી છતી થયેલ હતી અને કોન્ટ્રાક્ટરને પુજારા પ્લોટમાં એક લાખનો દંડ, લક્ષ્મીવાડીમાં એક લાખનો દંડ, વોર્ડ નંબર 16 માં વિવેકાનંદ નગરમાં પાંચ હજારનો દંડ, વોર્ડ નંબર ત્રણ માં પરસાણાનગરમાં ત્રણ હજારનો દંડ કરાવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજૂદ છે અને આ રીતે લાખોના કરાતા દંડ તેમ છતાં નિંભર તંત્ર સુધરવાનું નામ લેતું નથી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here