કોઈ વ્યક્તિને સંમતિ વિના વેક્સિન અપાતી નથી…

કોઈ વ્યક્તિને સંમતિ વિના વેક્સિન અપાતી નથી...
કોઈ વ્યક્તિને સંમતિ વિના વેક્સિન અપાતી નથી...


સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા, વેક્સિન સર્ટિફિકેટ કોઈપણ હેતુ માટે સાથે રાખવાનું ફરજીયાત બનાવાયું નથી: ઉચ્ચ અદાલતમાં સરકારનો ખુલાસો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવી મહત્વની સ્પષ્ટતા કરી છે કે, વેક્સિનેશન ફરજીયાત બનાવવામાં આવ્યું નથી. કોઈ વ્યક્તિને તેની સંમતિ વિના રસી આપી શકાય નહીં. વળી કોઈપણ હેતુ માટે વેક્સિન સર્ટીફીકેટ સાથે રાખવાનું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું નથી.

કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ દર્શાવ્યું હતું કે, કોઈપણ સંબંધિત વ્યક્તિની મંજૂરી વિના તેને વેક્સિન આપવા માટેની જોગવાઈ નથી અને સરકારની એવી કોઈ ગાઈડલાઈન્સ પણ નથી.

સરકારે ઠરાવ્યું હતું કે, કોવિડ રસીકરણ એ જાહેર જનતાનાં વિશાળ હિતમાં છે અને વિવિધ માધ્યમો, અખબારો તથા સોશિયલ મીડિયા મારફત તેનો યોગ્ય પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે અને યોગ્ય સલાહ પણ આપવામાં આવી રહી છે. પણ કોઈ નાગરિકને તેની મરજી વિરૂધ્ધ વેક્સિન આપી શકાય નહીં. સરકારે આવી ખાતરી આપતી એફિડેવિટ સુપ્રીમ સમક્ષ રજુ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

એફિડેવિટમાં સરકારે એવો પણ ખુલાસો કર્યો હતો કે, કોઈપણ હેતુ માટે વેક્સિનનું સર્ટીફીકેટ સાથે રાખવાનું કોઈ ગાઈડલાઈન્સ સરકારે બહાર પાડી નથી. રસીકરણ પહેલા તમામ લાભાર્થીઓને સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. રસી લીધા પછીની આડઅસરો અંગે પણ જાણ કરવામાં આવે છે.

દિવ્યાંગ નાગરિકો માટે સુરક્ષિત રસીકરણ અંગે સુપ્રીમનાં આદેશનાં જવાબમાં કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે, અત્યાર સુધી દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને એમની સંમતિ બાદ વેક્સિનનાં 23678 ડોઝ આપવામાં આવ્યા છે.

સરકારે એ પણ માહિતી આપી હતી કે, પથારી વશ હોય અથવા તો દિવ્યાંગતા અગર કોઈ અન્ય કારણે હેરફેર કરી શકતા ન હોય એ તમામને એમના ઘરે જઈ વેક્સિન આપવા સરકારે તમામ રાજ્યોને સલાહ આપી છે. વેક્સિન માટેની કોવિન પોર્ટલ પણ દિવ્યાંગો માટે આસાન બને એ માટે સરકારે પગલા લીધા છે.

સરકારે માસ્ક અને ચહેરો ઢાંકી રાખવાના નિયમનો બચાવ કર્યો હતો અને સુપ્રીમને માહિતી આપી હતી કે WHO ની ભલામણ મુજબ માસ્કનું નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રસીકરણ બાદ થતી કોઈપણ પ્રતિકુળ અસરનું ખાસ સિસ્ટમથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વેક્સિન લેનાર વ્યક્તિ અને દિવ્યાંગ નાગરિકો તરફથી મળતી ફરિયાદોનાં નિકાલ માટે ખાસ માળખું રચવામાં આવ્યું છે અને સમયસર ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. સરકારનાં રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દેશના તમામ પાત્ર નાગરિકો અને દિવ્યાંગોને આવરી લેવાનો આશ્રય છે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશનકાર્યક્રમ સમજવા માટે અને નોંધણી કરાવવા માટે કોવિન પોર્ટલ અંગ્રેજી ભાષા ઉપરાંત 11 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. રસીકરણ કાર્યક્રમ અને એ માટેના લોકજાગૃતિનાં તમામ સાહિત્યનું રાજ્યો કોઈપણ ભાષામાં અનુવાદ કરી શકે છે. સરકાર એ અંગેની તમામ માહિતી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here