કોઈપણ ચૂંટાયેલો પક્ષનો પ્રતિનિધિ પક્ષનાં કાર્યકરનું અપમાન કરી શકે નહીં

કોઈપણ ચૂંટાયેલો પક્ષનો પ્રતિનિધિ પક્ષનાં કાર્યકરનું અપમાન કરી શકે નહીં
કોઈપણ ચૂંટાયેલો પક્ષનો પ્રતિનિધિ પક્ષનાં કાર્યકરનું અપમાન કરી શકે નહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપની પ્રદેશ નેતાગીરીએ પોતાની વ્યૂહરચનાનાં પાનાં ખુલ્લા કરી દીધા છે અને સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો છે કે, ભાજપનાં આગામી વ્યૂહમાં કેન્દ્ર સ્થાને સરકાર નહીં પણ પક્ષ રહેશે. એટલે ભાજપ સક્રિય કાર્યકરોને વધુને વધુ મહત્વ આપતા કાર્યક્રમો કરી રહ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આવા એક કાર્યકર્તા સંમેલનમાં એવો સંદેશો આપી દીધો છે કે, ભાજપનાં કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષનાં અદના કાર્યકરનું પણ અપમાન કરી શકે નહીં. પાટીલે એવું પણ સંભળાવી દીધું છે કે, લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ભાજપને મત આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં ભાજપનાં 1.29 લાખ જેટલા ખાસ પસંદ થયેલા સભ્યોને સક્રિય સભ્યકાર્ડ આપવાના એક કાર્યક્રમમાં પાટીલે ઉપર મુજબનાં વિધાનો કર્યા હતા. આ રીતે ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપની નેતાગીરીએ સરકાર કરતા વધુ પક્ષનાં કાર્યકરોને વધુ મહત્વ આપી પોતાની ચૂંટણી વ્યૂહરચનાનો સંકેત આપ્યો છે.પાટીલે પક્ષનાં કાર્યકરોને માન-સન્માન આપવાની આ વાત પહેલી વખત કરી નથી. અગાઉ પણ તેઓ ભારપૂર્વક આ મુદ્દો કહી શક્યા છે. પક્ષ પ્રમુખ બન્યા બાદ તેમણે તુરંત સંકેત આપી દીધો હતો કે, દરેક મંત્રીઓએ ગાંધીનગર ખાતે દર સપ્તાહે ભાજપનાં વડા મથકે હાજરી આપવી જોઈએ અને પક્ષનાં કાર્યકરોની સમસ્યાઓ સાંભળવી જોઈએ.

પક્ષનાં કાર્યકરોની રજૂઆતો સાંભળી એમણે ચિંધેલા લોકલક્ષી કામો પુરા થવા જોઈએ. એવી પાટીલે સાફ શબ્દોમાં તાકીદ કરી હતી. પક્ષનાં નેતાઓ કહે છે કે, રૂપાણી સરકાર સમયે કાર્યકરોનાં મુદ્દા પર જ પાટીલ અને તત્કાલીન સરકાર વચ્ચે ઘર્ષણ થતું હતું. હવે પરિસ્થિતિ ઘણી સુધરી હોવાનું પક્ષનાં નેતાઓ જણાવે છે. પાટીલની વ્યૂહરચનાથી નવા ચહેરાઓને ટિકિટ મળી છે અને રાજકારણનાં મુખ્ય કેન્દ્ર પર આવવાની પણ તક મળી છે. તેના કારણે પણ પક્ષનાં કાર્યકરોમાં ઘણો રાજીપો જોવા મળે છે.

ભુપેન્દ્ર પટેલની સરકાર એ પ્રમાણમાં નવી જ સરકાર છે. ખૂદ મુખ્યમંત્રી સહિત મોટાભાગનાં પ્રધાનો પહેલીવાર સચિવાલયમાં બેઠા છે. એટલે સતાનું પલ્લું એ રીતે પણ પક્ષ તરફ વધુ નમી ગયું છે અને સતાની સીમારેખાઓ સ્પષ્ટપણે અંકિત થઇ ગઈ છે.હવે લોકો એમના કામો પતાવવા સચિવાલય દોડી જવાને બદલે કમલમ તરફ ધસારો કરે છે. હમણાં તાજેતરમાં જ પક્ષની સતાનું ઉદાહરણ જોવા મળ્યું. ઢોર નિયંત્રણ કાયદાનાં વિરોધમાં માલધારીઓએ સૌપ્રથમ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. પાટીલે મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવાનું કહેતા જ તુરંત કાયદો મોકૂફ રાખવાનું કહેવામાં આવ્યું છે.

Read About Weather here

ગુરૂવારથી ભાજપે રાજ્ય વ્યાપી સામાજીક ન્યાય પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે. એ દરમ્યાન 20 કેન્દ્રીય યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ ઝુંબેશ જોરશોરથી શરૂ થઇ ચુકી છે. દરેક મંત્રીઓએ અને પદાધિકારીઓએ લોકો પાસે જવાનું છે. નવી ડીઝાઇન થયેલી ભગવારંગની ટોપી પણ પહેરવાની રહેશે. આ તમામ વ્યૂહરચના ચૂંટણીઓ પહેલા કાર્યકરો થકી લોકો સુધી પહોંચવાના ભાવરૂપે છે. કેમકે ભાજપ કોઈપણ ભોગે ગુજરાતનો ગઢ હાથમાંથી જવા દેવા માંગતો નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here