કોંગ્રેસ નિષ્ક્રિય છે, લોક સેવા માટે સહુ ‘આપ’માં જોડાય: ઇન્દ્રનીલ

કોંગ્રેસ નિષ્ક્રિય છે, લોક સેવા માટે સહુ ‘આપ’માં જોડાય: ઇન્દ્રનીલ
કોંગ્રેસ નિષ્ક્રિય છે, લોક સેવા માટે સહુ ‘આપ’માં જોડાય: ઇન્દ્રનીલ
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કદાવર લોકનેતા ગણાતા ઇન્દ્રનીલ રાજયગુરૂ રાજકોટ મનપાના બે કોંગ્રેસી કોર્પોરેટર સાથે આજે રાજકોટ આવી પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્દ્રનીલ અને બન્ને કોર્પોરેટર ગઇકાલે અમદાવાદ ખાતે ખાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં બોલતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ લોકોની સેવા કરવા માંગતા સહુને ‘આપ’માં જોડાઇ જવાનો અનુરોધ કર્યો હતો. એ માટે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા ઇન્દ્રનીલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા ભાજપથી છે અનેે કોંગ્રેસ કોઇ દમ બતાવતી નથી.ઇન્દ્રનીલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઇ ખોટ નથી. એવું દિલ્હી અને બાદમાં પંજાબમાં વિજય બાદ પૂરવાર કર્યુ છે. એટલે 2022માં ગુજરાતમાં પણ ‘આપ’નું સત્તાપર આગમન નિશ્ર્ચિત છે. કોંગ્રેસને તેની નીષ્ક્રિયતા નડી રહી છે. તો બીજી તરફ ‘આપ’નો કાર્યકર હંમેશા સક્રિય, નિષ્ઠાશીલ અને થનગનાટથી ભરપુર હોય છે.

Read About Weather here

ઇન્દ્રનીલે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, ભાજપનો કાર્યકર લોકોના કામ કરાવવાને બોદલે દબાણની નીતિનો ઉપયોગ કરતો હોય છે. ઇન્દ્રનીલે એવો દાવો કર્યો હતો કે, આગામી સમયમાં અમારી પાર્ટી વિધાનસભા અને મહાનગરપાલિકા બંનેમાં જીત મેળવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ભ્રષ્ટાચારી તંત્રથી મુકિત અપાવવા તથા પોલીસ દમણથી મુકિત અપવવાનું વચન આપ્યું હતું. એટલુ જ નહીં લોકોની સુરક્ષા, બાળકોને દિલ્હીની શાળાઓ જેવું શિક્ષણ અને આરોગ્યની દિલ્હી જેવી સાધન-સુવિધાઓ રાજકોટને અપાવવાના પુરેપુરા પ્રયત્નો કરવાની લોકોને હૈયાધારણા આપી હતી. ઇન્દ્રનીલે કહયું હતું કે, જે લોકોને મારામાં વિશ્ર્વાસ હોય અને નિડર ઉભા રહેવાની માનસીકતા હોય એવા લોકોના કામ કરવા માંગતા બધાને ‘આપ’માં જોડાવવા અનુરોધ કરૂ છું. તેમણે ફરી એકવાર એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, હવે આમ આદમી પાર્ટીની ગુજરાત પર સત્તા આવશે તેમાં બહુ સમય લાગશે નહીં. 2022માં પ્રજા ‘આપ’ને સત્તાપર બેસાડશે. એવી મને શ્રધ્ધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here