કોંગ્રેસમાં જેમને કામ ન કરવું હોય એ ભલે ચાલ્યા જાય: રાહુલ ગાંધીનો કટાક્ષ

કોંગ્રેસમાં જેમને કામ ન કરવું હોય એ ભલે ચાલ્યા જાય: રાહુલ ગાંધીનો કટાક્ષ
કોંગ્રેસમાં જેમને કામ ન કરવું હોય એ ભલે ચાલ્યા જાય: રાહુલ ગાંધીનો કટાક્ષ

દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પક્ષનાં વરિષ્ઠ નેતાનું પક્ષને માર્ગદર્શન
આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા રાહુલ ગાંધી
ગુજરાત આવું ત્યારે મને ખૂબ ગમે છે કેમકે આ રાજ્યએ જ કોંગ્રેસને વિચારધારા આપી છે, મારા ગુરૂ અને કોંગ્રેસનાં ગુરૂ રાષ્ટ્રપિતા ગાંધીજી પણ ગુજરાતનાં છે: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગુજરાતની પ્રજાને અસીમ નુકશાન કર્યું છે. એટલે આજે ગુજરાતનાં યુવાનો, શ્રમિકો, વેપારીઓ અને રાજ્યની તમામ જનતા કોંગ્રેસ તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે. તેમણે લોકોમાં વિશ્ર્વાસ જગાવવા અને કોંગ્રેસ એમની સમસ્યાઓ હલ કરવા માટે શક્ય બધું કરી છૂટશે. એવી જનતાનાં મનમાં ખાતરીનું સિંચન કરવા પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરગણને આહ્વાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરનારા પર ગજબનાં કટાક્ષ કર્યા હતા અને સાફ-સાફ સંદેશો આપી દીધો હતો કે જે લોકોને કોંગ્રેસમાં રહીને લોકોનાં કામ ન કરવા હોય એ જેટલાને જવું હોય જઈ શકે છે. આવા લોકોને પેક કરીને સામેથી ભાજપને આપી દો.

Visit Saurashtra Kranti Homepage here

દ્વારકા ખાતે યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ પક્ષ સમક્ષ પ્રેરક સમર્થન આપતા જણાવ્યું હતું કે, હું જયારે- જયારે ગુજરાત આવું છું ત્યારે મને ખૂબ ગમે છે, કારણ કે કોંગ્રેસને વિચારધારા જ ગુજરાતમાંથી મળી છે, મારા ગુરૂ અને કોંગ્રેસનાં ગુરૂ ગાંધીજી ગુજરાતનાં હતા એટલે કોંગ્રેસ સંગઠન પણ ગુજરાતનું છે, ગુજરાતનાં યુવાનોનું છે અને ગુજરાતનાં શ્રમિકો અને વેપારીઓનું સંગઠન છે. તેમણે પક્ષને દોરવણી આપતા જણાવ્યું હતું કે, આપણે અત્યારે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈનો ભાગ બનીએ છીએ. સત્ય હંમેશા સરળ હોય છે પણ અસત્ય સામે લડવા નીકળીએ ત્યારે બહુ મોટી ફોજની જરૂર પડે છે.

તેમણે ગુજરાત મોડેલનો ઉલ્લેખ કરીને ભાજપની સરકાર પર ભારે જોરદાર પ્રહારો કરી આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલ એ છે કે જેના કારણે ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયા હતા. ઓક્સિજનનાં સિલીન્ડર ન હતા, પુરતી પથારીઓ અને દવાઓ ન હતા, વેન્ટીલેટર ન હતા અને મેં મારી નજરે જોયું હતું કે, હોસ્પિટલની બહાર રસ્તા પર લોકો વાહનોમાં બેઠા- બેઠા મોત થયા હતા. આ છે ગુજરાતનું મોડેલ.

તેમણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોને હિંમત સાથે આગળ વધવા સલાહ આપતા જણાવ્યું હતું કે, આપણે કોઈનાથી ડરવાનું નથી કે કોઈને પગે પડવાની જરૂર નથી. કેમકે પગે લાગવું એ તો ભાજપની પધ્ધતિ છે. અહીં એકતરફ ભ્રમ છે અને બીજીતરફ સત્ય છે. સત્ય હંમેશા સરળ હોય છે. એટલે કોઈપણ પ્રકારની લડાઈ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે હાર માનવાની નથી. તમારામાંથી પણ કોઈ હાર નહીં માને. આ એક જ ચીજ હું તમારી પાસેથી માંગુ છું. પ્રદેશ કોંગ્રેસનાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને પાનો ચડાવતા તેમણે કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો. એમ માનીને ચાલો. ગુજરાતની પ્રજાને એમના ઉધાર માટેનું વિઝન આપો, પ્રજામાં વિશ્વાસ જગાવો. આપણે પ્રજા માટે શું કરવા માંગીએ છીએ, કેવી રીતે કરવા માંગીએ છીએ, કોણ કરશે એ પ્રજાને બતાવો.

Read About Weather here

એટલે ચૂંટણીમાં કોંગ્રેસનો જય નક્કી છે. તેમણે કોંગ્રેસ છોડી જતા પક્ષ પલ્ટોઓ પર આકરા કટાક્ષ કર્યા હતા અને જણાવ્યું હતું કે, થોડાઘણા પણ લોકોની સાથે જોડાયેલા રહેતા, સતત લોકોની વચ્ચે રહીને એમની ચિંતા કરતા અને એમનું કામ કરતા લોકોની જ મારે જરૂર છે. આવા 25- 30 લોકોની જ મને જરૂર છે. જે લોકો કામ નથી કરતા અને પક્ષમાં બેઠા રહે છે તેને બાજુએ ધકેલો. કોંગ્રેસને ઉગારવા માટે મુઠ્ઠીભર લોકો કાફી છે. જે કામ કરે તેને આગળ વધારો, જે કામ ન કરતા હોય એમને પેક કરીને ભાજપને આપી દો, આવા જેટલા જોતા હોય એટલા ભલે ભાજપ લઇ જાય. રાહુલનાં આ વિધાનોથી ચિંતન શિબિરનો આ હોલ હર્ષનાદોથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે મહાભારતનો દાખલો આપીને પક્ષ પલ્ટુઓને કૌરવો સાથે સરખાવ્યા હતા અને પક્ષને શીખ આપી હતી કે કોઈના પગ પકડવા નથી, કોઈના હાથ જોડવા નથી, એ ભાજપનું કામ છે. તેમણે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર ઇડી, સીબીઆઈ અને પોલીસનો ઘોર દુરુપયોગ કરી રહી છે. ભાજપે જનતાને ખૂબ જ મોટું નુકશાન પહોંચાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here