કોંગ્રેસના પ્રવકતાના નિવેદનને વખોડતા ધારાસભ્ય ગોવિંદ પટેલ મોદી સરકાર સામે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા

કોંગ્રેસના પ્રવકતાના નિવેદનને વખોડતા ધારાસભ્ય ગોવિંદ પટેલ મોદી સરકાર સામે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા
કોંગ્રેસના પ્રવકતાના નિવેદનને વખોડતા ધારાસભ્ય ગોવિંદ પટેલ મોદી સરકાર સામે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા
જુઠાણા ફેલાવવા હોયતો એવા ફેલાવો કેજે આમ જનતાને ગળે સહેલાઇથી ઉતરે તેમ કોંગ્રેસના નેતાએ કહી મોદી સરકારના આઠ વર્ષના શાસનના દર્શાવેલા આઠ જુઠાણાને રાજકોટના ધારસભ્ય ગોવિંદ પટેલ વખોડી કાઢયા છે.તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસના પ્રવક્તાએ કહેલ છે કે ભારતમાં 48 કરોડ બેકારો છે તેનો અર્થ એ થાય કે લગભગ એક તૃતિયાંશ લોકો કામ ધંધા વગરના છે. મારે કહેવું છે કે આજે ગામડાઓમાં રૂમ.500 આપતા પણ રોજમદારો મળતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

તે શું બતાવે છે? શું માત્ર સરકારી નોકરી એજ રોજગારીનો પાયો છે?વધુમાં જણાવ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં ઘરનું ઘર એક સ્વપ્ન દર વર હતું આજે લાખોની સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મુ.મંત્રી આવાસ યોજના મારફતે લાખો લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. કોંગ્રેસના લોકોએ ચુંટણી વખતે ઘરના ઘરના ફોર્મ વેચીને લોકોને મુર્ખ બનાવેલ તે યાદ છે ખરૂં? ગરીબ માધ્યમ વર્ગના લોકો માટે આયુષ્માન ભારત યોજના, જનધન યોજના થાકી 45 કરોડથી વધુ બેંક ખાતા ખુલ્યા જેમાં લાભાર્થી તેના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે.

Read About Weather here

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના થકી કોઈ ભૂખ્યું સુવે નહીં તેની ચિંતા કરીને કોરોના કાળથી આવતા સપ્ટેબર 2022 સુધી મફત અનાજ યોજના ઉજ્જવલા યોજના થકી 9 કરોડ બી.પી.એલ. અને એ.પી.એલ. કાર્ડ ધારકોને મફત ગેસ કનેક્શન, કિશાન સન્માન નિધિ મારફતે દર વર્ષે રૂમ.6000 તેના ખાતામાં સીધાજ જમા થાય છે.આવા નિર્ણયો પૈકી એક પણ કાર્ય કોંગ્રેસના શાસનમાં વિચાર સુધ્ધા થયો હોયતો બતાવે અને પછી નરેન્દ્રભાઈ મોદીની સરકારને ભાંડવા નીકળે. ખેડૂતોનીઆવક વધારવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે અને ખેડૂતો પણ એ અનુભવી રહ્યા છે કે તેમને ઉત્પાદનના જે ભાવ મળી રહ્યા છે તે અગાઉ ક્યારેય મળેલ નથી તેમ જણાવી ઉપરોકત એક પણ યોજના કોંગ્રેસ શાસનમાં વિચાર શુધ્ધા થયેલ હતો ખરો? તેવો ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સવાલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here