કે.કે.વી. ચોક બ્રિજમાં ગર્ડર મૂકવા માટે વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં મલ્ટિ લેવલ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે જે 70 ટકા પૂર્ણ થયું છે. બ્રિજ બનાવવાનું કામ બંને તરફથી શરૂ કરાયું હતું અને હવે તે બંને બાજુને જોડવા માટે ચોકમાં કામ કરવાની આવશ્યકતા છે તેથી ત્યાં વાહનવ્યવહાર કેવી રીતે જાળવવો તે માટે આવતા સપ્તાહ સુધીમાં નિર્ણય લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

સૂત્રોના જણાવ્યા અનુસાર કે.કે.વી મલ્ટિ લેવલ ફ્લાય ઓવરમાં કુલ 195 ગર્ડર છે જેમાંથી 142 ગર્ડર મુકાઈ ગયા છે અને હવે ચોકમાં વચ્ચેના ભાગમાં કામગીરી બાકી છે. આ કામગીરી કરવા માટે હયાત ફ્લાય ઓવર સહિત ચોકમાં વાહનવ્યવહાર બંધ કરવો પડે. કાલાવડ રોડ એ શહેરને ચારે બાજુથી જોડતો મહત્ત્વનો ભાગ હોવાથી તેમાં વાહનવ્યવહાર બંધ કરાય તો બીજા માર્ગો પર ભારે ટ્રાફિક થઈ શકે છે.

Read About Weather here

આ મામલે હાલ એવી વિચારણા ચાલી રહી છે કે દિવસ દરમિયાન વાહનવ્યવહાર ચાલુ રહેશે પણ રાત્રીના સમયે ચોક બંધ કરી વાહનો ડાઇવર્ટ કરાશે અને કામ ચાલુ કરાશે. સવાર થતાં જ કામ બંધ કરી ચોક ખુલ્લો કરાશે. પણ, દરરોજ માટે આ કસરત ખરેખર વાજબી છે કે નહિ તેમજ સુરક્ષિત છે કે નહિ તે માટે મનપા અને પોલીસ વચ્ચે બેઠકો બાદ નિર્ણય લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here