કેફી પદાર્થ પીવડાવીને ચોરી કરનાર 2 ઝડપાયા…!

કેફી પદાર્થ પીવડાવીને ચોરી કરનાર 2 ઝડપાયા...!
કેફી પદાર્થ પીવડાવીને ચોરી કરનાર 2 ઝડપાયા...!

શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, મિલ્કત સંબંધી ગુન્હા આચરતા ઈસમો શંકાસ્પદ હાલતમાં અમરેલી શહેરમાં ટાવર પાસે આવેલ સોના-ચાંદીના ઘરેણાઓની દુકાનો બહાર, મોટર સાયકલ ઉપર આંટાફેરા મારે છે

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સૂચનાથી એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા, પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલસીબી ટીમ દ્વારા અમરેલી શહેરમાં સોના-ચાંદીની બજારો

તથા ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ખાનગી કપડામાં શંકાસ્પદ ઈસમો ઉપર વોચ ગોઠવી, મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલ હતી.

શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે, મિલ્કત સંબંધી ગુન્હા આચરતા ઈસમો શંકાસ્પદ હાલતમાં અમરેલી શહેરમાં ટાવર પાસે આવેલ સોના-ચાંદીના ઘરેણાઓની દુકાનો બહાર, મોટર સાયકલ ઉપર આંટાફેરા મારે છે

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સૂચનાથી એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા, પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલસીબી ટીમ દ્વારા અમરેલી શહેરમાં

સોના-ચાંદીની બજારો તથા ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ખાનગી કપડામાં શંકાસ્પદ ઈસમો ઉપર વોચ ગોઠવી, મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલ હતી.

અને તેઓ કોઈ મિલ્કત સંબંધી ગુન્હો આચરવાની તૈયારીમાં હોય તેવું જણાય છે તેવી ચોક્કસ બાતમી મળતા આ અંગે ખરાઈ કરતા, મળેલ બાતમીમા જણાવેલ વર્ણનવાળા બે ઈસમો મોટર સાયકલ સાથે ટાવર પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતા.

આ બન્ને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ અને સોનાના ઘરેણા, ઢાળીયા મળી આવતા તેમની સઘન પૂછપરછ કરતા પકડાયેલ બન્ને ઈસમોએ જુદી જુદી જગ્યાએ ચોરીઓ કરી, મેળવેલ સોનાના દાગીના તથા

ઢાળીયા વેચવા માટે આવેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ બન્ને ઈસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ ચોરીનો હોવાનું અને આ બન્ને ઈસમોએ અનેક મિલ્કત સંબંધી ગુનાઓ આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન ખુલવા પામેલ હતું.

પોલીસે જીવણભાઈ રામભાઈ આંકોલીયા (ઉ.વ. ૩૫), ધંધો-મજુરી રહે. જસદણ, વિંછીયા રોડ, તાલુકા પંચાયતની પાછળ તા. જસદણ જી. રાજકોટ, રાયધનનાથ જવેરનાથ પરમાર (નાથજી), ઉ.વ. ૨૮, ધંધો-મજુરી રહે. મોટા ખુટવડા, તા. મહુવા, જિ. ભાવનગરની કુલ કિં. ૨,૬૧,૬૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે રહેણાંક મકાને એક બહેનને ભોળવી, ઈશ્વરીય કોપથી ઘરમાં મૃત્યુ થશે તેવી બીક બતાવી, રામાપીરની પાણીની પ્રસાદીમાં

કોઈ વસ્તુ નાખી, પ્રસાદી રૂપે પીવડાવી, ચીતભ્રમ કરી, ઓસરીના શો-કેસમાં રાખેલ પાકીટમાંથી સોનાની બુટી જોડી એક નંગ-૨, વજન આશરે ૭ ગ્રામ, કિં. ૧૫,૦૦૦ની ચોરી કરેલ હતી.

એકાદ મહિના પહેલા લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે ફરીયાદીને ભોળવી, પીવાના પાણીમાં કોઈ પદાર્થ ભેળવી, પીવડાવી ચિતભ્રમ કરી, રૂમાલની પોટલીમાં સોનાની ડબલ સરની માળા આશરે અઢી તોલા વજનની કિં. રૂ. ૮૫,૦૦૦ તથા રોકડા રૂ. ૩૦૦૦ મળી કુલ રૂ. ૮૮,૦૦૦ની ચોરી કરેલ હતી.

એક દોઢ મહિના પહેલા રાજકોટ ગ્રામ્યના આટકોટ મુકામે સીમ વિસ્તારમાં ચરખા ગામ તરફ જવાના રસ્તે આવેલ એક વાડી ખેતરમાં એક બહેનને વિશ્વાસમાં લઈ, ભોળવી તેની સોનાની બુટી લઈ નાસી ગયેલ હતા.

એકાદ વર્ષ પહેલા અમરેલી તાલુકાના મોણપુર ગામે વાડી વિસ્તારમાં એક માણસને ભોળવીને રોકડા રૂ. ૧૬,૦૦૦ પડાવી લીધેલ હતા.

છએક માસ પહેલા બન્ને આરોપીઓએ બાબરા તાલુકાના ભીલા ભીલડી ગામે વાડી વિસ્તારમાં એક માણસને ભોળવીને રોકડા રૂ. ૧૧૦૦૦ પડાવી લીધેલ હતા.

છએક માસ પહેલા બન્ને આરોપીઓએ અમરેલી તાલુકાના ચીતલ ગામે, વાડી વિસ્તારમાં એક માણસને ભોળવીને રોકડા રૂ. ૧૬૦૦૦ પડાવી લીધેલ હતા.

પકડાયેલ આરોપીઓ લોકોને ભોળવી, વિશ્વાસમાં લઈ, લોકોના ઘરે ચા અથવા પાણી પીવાના બહાને જઈ પોતે ભુવા હોવાનું જણાવી, લોકોને અંધશ્રધ્ધાથી પ્રેરીત કરી, ઈશ્વરીય કોપથી ઘરના કોઈ સ્વજનનું મૃત્યુ થશે તેવી બીક બતાવી, તેમના ઘરમાં મેલી લક્ષ્મી છે,

તેને શુધ્ધ કરવી પડશે તેમ કહી તેમની તકલીફો દૂર કરવા, લક્ષ્મી શુદ્ધ કરવા રોકડ રકમ અથવા સોનાના દાગીના મુકાવી, લોકોને સેકરીનવાળુ પાણી પીવડાવી, રોકડ રકમ તથા

ઘરેણાઓની ચોરી કરી અથવા છેતરપીંડીથી મેળવી ગુનાને અંજામ આપી, મોટર સાયકલ ઉપર નાસી જવાની એમ.ઓ. ધરાવે છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત

રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા, પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Read About Weather here

પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે. પકડાયેલ આરોપીઓએ અન્ય કયા કયા સ્થળે આ પ્રકારના ગુનાઓને અંજામ આપેલ છે. તેમના સાગરીતો કોણ કોણ છે ? વિ. મુદ્દાઓ અંગે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here