કેબિનેટની પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે આ વર્ષના ખરીફ પાકોની સીઝનના વેચાણના ટેકાના ભાવ જાહેર કર્યા હતા. આ જાહેરાતમાં કુલ 14 પાકોના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે કહૃાું કે, 2014 પહેલા 1-2 પાકોની ટેકાના ભાવે ખરીદૃી થતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીની સરકાર આવ્યા બાદૃ બાકીના પાકોનો પણ ટેકાના ભાવની યાદૃીમાં સમાવેશ કરાયો છે. અનુરાગ ઠાકુરે કહૃાું કે, 2022-23ના વર્ષ માટે ખરીફ પાકોના વેચાણની સીઝન માટે 14 પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ધાન્ય પાકોની એમએસપી 2040 રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરાઈ છે અને ધાન્ય પાકોની એમએસપીમાં 100 રુપિયા પ્રતિ ક્વિંટલ ભાવ વધારવામાં આવ્યા છે. આ સાથે કેન્દ્રિય કેબિનેટે તુવેર દૃાળના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. આ વર્ષે તૂવેરની એમએસપી 6600 રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષ કરતાં ખેડૂતોને તૂવેરના ભાવમાં પ્રતિ ક્વિંટલ 300 રૂપિયા વધુ મળશે અનુરાગ ઠાકુરે આગળ કહૃાું કે, આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, તલના ભાવમાં 523 રૂપિયાનો વધારો કરવામાં આવશે. મગના ભાવમાં પણ પ્રતિ ક્વિંટલ 480 રૂપિયા વધારવામાં આવશે.
Read About Weather here
સૂરજમુખી ઉપર પણ 358 રુપિયા પ્રતિક્વિંટલ ખેડૂતોને વધુ મળશે. મગફળીના ભાવની વાત કરીએ તો, હવે સરકાર ખેડૂતોને મગફળીમાં પ્રતિક્વિંટલ 300 રુપિયા વધુ આપશે. અગાઉ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહૃાું હતું . કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહૃાું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં તેના ભાવ વધુ નીચે આવશે. માંડવિયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, દૃેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી.થથ મંત્રીએ કહૃાું કે સરકારે પહેલેથી જ 1.6 મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી 45 દિૃવસમાં મોકલવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here