કેનાલમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

કેનાલમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી
કેનાલમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી
શહેરના દાસીજીવણપરા વિસ્‍તારમાંથી પસાર થતી ભાદરની કેનાલમાં આજે સવારે ૮.૩૦ વાગ્‍યાના અરસામાં કોઇ ભગવા કલરની ધોતી પહેરેલ યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો હોય લોકો ભેગા થઇ ગયેલ આ અંગે પોલીસને જાણ કરતા સ્‍થાનીક લોકોના સહકારથી મૃતદેહને બહાર કાઢવામાં આવતા તેના હાથ-પગ કાળા કલરની જાડી દોરીથી બાંધેલ હોય તેમજ પગમાં મોબાઇલ અને ચાર્જીગ કેબલ પણ બાંધેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

કોઇએ બાંધી કેનાલમાં ફેકી દીધેલ હોવાનું પ્રાથમિક જાણવા મળેલ. શહેરમાંથી પસાર થતી ભાદરની કેનાલમાં અજાણ્‍યા યુવાનનો મૃદેહ હાથ-પગ બાંધેલ હાલતમાં મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. બનાવ હત્‍યાનો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે મૃતદેહને પી. એમ. માટે સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડેલ છે.

Read About Weather here

આ અંગે સીટી પી. આઇ. જે. બી. કરમુરે જણાવેલ કે મૃત્‍યુનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સ્‍ીક પી. એમ. માટે રાજકોટ રવાના કરાશે. ભગવા કલરની ધોતી પહેરેલ છે તમાટે કોઇ સાધુ હોય શકે હત્‍યા છે કે આત્‍મહત્‍યા તે ફોરેન્‍સીક રીપોર્ટ બાદ જાણવા મળશે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here