કૂતરાંએ કૂતરાંને બચકું ભરી લેતા અરેરાટી…!

કૂતરાંએ કૂતરાંને બચકું ભરી લેતા અરેરાટી...!
કૂતરાંએ કૂતરાંને બચકું ભરી લેતા અરેરાટી...!

જેના કારણે અંકલ – આંટી વચ્ચે પણ રોડ ઉપર ઝઘડો શરૂ થઇ ગયો હતો. જો કે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પીઆઈ એ મધ્યસ્થી કરતા લગભગ દોઢ કલાક બાદ બંને વચ્ચે સમાધાન થતા મામલો શાંત પડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હેબતપુર રોડ ઉપર રાતે જમી પરવારીને અંકલ અને આંટી પાલતુ કૂતરાને ફરાવવા નીકળ્યા હતા. જો કે રસ્તામાં બંનેના કૂતરા સામ સામે આવી જતા એક કૂતરાએ બીજા કૂતરાને બચકું ભરી લીધું હતું.

હેબતપુર વિસ્તારમાં રહેતા એક અંકલ રાતે જમી પરવારીને કૂતરાને લઈને ફરવવા નીકળ્યા હતા. જ્યારે એક આંટી પણ તેમના કૂતરાને લઈને ફરાવવા નીકળ્યા હતા. દરમિયાનમાં બંનેના કૂતરા રોડ ઉપર સામ સામે આવી જતા બંનેએ એક બીજાને જોઈને ઘૂરકીયા કરવાનું અને ભસવાનું શરૂ કરી દીધું હતુ.

દરમિયાનમાં એક કૂતરા એ બીજા કૂતરાને બચકું ભરી લીધુ હતુ. જેથી અંકલ – આંટી પોત પોતાના કૂતરાને ખેંચીને દૂર લઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ અંકલ – આંટી વચ્ચે પણ ત્યાં જ ઝઘડો શરૂ થઇ ગયો હતો.

કૂતરાએ બચકું ભર્યું હોવાના મુદ્દે અંકલ – આંટી એક બીજાને હાથ લંબાવીને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે રોડ ઉપર પણ રાહદારીઓ ભેગા થઇ ગયા હતા.

થોડી વારમાં બંનેએ એક બીજાના પરિચિતોને ફોન કરીને જાણ કરતા આ મામલો સોલા પીઆઈ જે.પી.જાડેજા સમક્ષ પહોંચ્યો હતો. જો કે અંકલ – આંટી બંનેમાંથી એક પણ રૂબરૂ પોલીસ સ્ટેશન આવ્યા ન હતા.

પરંતુ પીઆઈ જાડેજા સાથે ફોન ઉપર વાત કરીને જ પોત – પોતાનો પક્ષ રજૂ કરતા હતા. જો કે પીઆઈએ લગભગ દોઢ કલાક સુધી અંકલ – આંટીને વારા ફરથી ફોન ઉપર સાંભળીને સમજાવ્યા બાદ બંનેએ સમાધાન કરી લીધું હતું. જેના કારણે આ બાબતે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી.


અંકલ – આંટી એ તેમના પરિચિતો મારફતે સોલા પીઆઈ જે.પી.જાડેજા ઉપર ભલામણના ફોન કરાવવાનું શરૂ કર્યંુ હતું. જોત જોતામાં જ પીઆઈ જાડેજા ઉપર અડધો ડઝન ફોન આવી ગયા હતા.

પરંતુ અંકલ – આંટી કોઇ વાત સમજવા જ તૈયાર ન હતા. આખરે દોઢ કલાક બાદ તે બંને એ સામેથી સમાધાન કરવાની સંમતિ દર્શાવતા મામલો થાળે પડયો હતો.

પરંતુ બંને ઈંગ્લીશમાં જ ઝઘડી રહ્યા હોવાથી થોડી જ વારમાં રાહદારીઓ પણ ત્યાંથી રવાના થઇ ગયા હતા. તેમાં પણ બંનેએ એક બીજા તરફ હાથ અને આંગળી બતાવીને ઝઘડો કર્યો હોવાના આક્ષેપો બંને દ્વારા કરવામાં આવ્યા હતા.

Read About Weather here

એક પાલતુ કૂતરાએ બીજા પાલતુ કૂતરાને બચકું ભર્યુ હોવા બાબતે રોડ ઉપર જ ઝઘડો કરી રહેલા અંકલ – આંટી એક બીજાને હાથ બતાવીને ઈંગ્લીશ ભાષા બોલીને ઝઘડો કરી રહ્યા હતા. જેથી થોડી વાર સુધી તો રાહદારીઓ ઉભા રહ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here