કુછડી ગામના સરપંચ સહિત 52 શખ્સ સામે ગુન્હો દાખલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત ખનીજ ચોરીમાં 33 શખ્સોની અટકાયત: સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી કુલ રૂ. 1.30 કરોડથી વધુ રકમની મશીનરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

પોરબંદરમાં ખાણ ખનીજ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુછડી ગામે દરોડો પાડી 15 જેટલી ગેરકાયદેસર ખાણ ઝડપી પાડીને રૂ. 1.30 કરોડથી વધુની મશીનરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત ખનીજ ચોરીમાં 33 શખ્સોની અટકાયત કરી કુછડી ગામના સરપંચ સહિત 52 શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોરબંદરના કુછડીથી મિયાણી સુધી દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક ખાણ ખનીજ વિભાગને સાથે રાખી કુછડી વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 15 ગેરકાયદેસર ખાડા સામે આવ્યા હતા અને સ્થળ પરથી 40 ચકરડી મશીન, 11 ટ્રેકટર, 4 ટ્રક તથા 1 જેસીબી કબ્જે કરી છે. આ મશીનરી વિસાવાડા આઉટ પોસ્ટ પોલીસ મથક ખાતે રાખવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર ખાણ માં કામ કરતા મળી આવેલ 33 શખ્સો સામે કાર્યવાહી કરી અટકાયત કરી છે અને કુછડી ના સરપંચ સહિત ખાણ માલિક સહિત કુલ 52 શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમા સ્ટેટ મોનીટરીંગ સેલના તરુણસિંહ જીતુભા સરવૈયા, જનકસિંહ અગરસિંહ ઝાલા અને વિજય ગોવિંદભાઈ ધાંધર એ કુલ 3 ફરિયાદ નોંધાવી છે.

જેમાં અલગ અલગ ખાણોમાં ખાણ ચલાવનાર નાશીજનાર શખ્સોએ પૂર્વ આયોજન મુજબ કાવતરું રચી, ખનીજ ચોરી માટેના સાધનો વસાવી, ખાણોમાં મજૂરો મારફત લીઝ કે સરકારની સંમતી વિના લાઇમસ્ટોન બેલાની ચોરી કરી અને ખોદકામ કરી મજૂરો, ડ્રાઇવરોએ ગેરકાયદેસર ખનન કર્યું છે. જેથી કુલ 52 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હાર્બર મરીન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, દરોડા દરમ્યાન મજૂરો સહિતના કુલ 33 શખ્સ ઝડપાઈ જતા તેમની અટકાયત કરી છે જ્યારે 19 શખ્સ નાશી જતા પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુછડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આ સેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં કુછડી ગ્રામ પંચાયતના સરપંચ નાગા ભીખા, પ્રતાપ કારા કુછડિયા, રામભાઈ, લાખણશી છગન ઓડેદરા, રાજુ, પોરબંદરનો અજય ખુંટી, અરજણ મોઢવાડીયા, લાખા મોઢવાડીયા, કરણ દૂલા કૂછડિયા, રામ મોરી, મિલન નાગા ચૌહાણ, મશરીબાપા કેશવાલા, રાણાવાડાનો પ્રતાપ પરબત રાતીયા, માધવપુરના બાલુ ઉર્ફે મામો, પોરબંદરનો ભાવિન વેલજી કોટીયા, એભા દાસા, ઓડદરનો હમીર અરસી, હાજા, સુમિત નાગા તથા તપાસમાં જે ખુલશે તેના વિરૂદ્ધ ગુન્હો નોંધાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here