મહશ્ર્વરી અટકધારીએ ભાડે આપેલા આર. કે. ફાયર નામના ગોડાઉનમાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પરમાર અને ટીમનો દરોડો:ગોડાઉનમાં કોણે દારૂ ઉતાર્યો તેની તપાસ
મોડી રાતે એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના કુચીયાદળ ગામમાં આવેલા એક ગોડાઉનમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બાતમી આધારે એરપોર્ટ પોલીસે દરોડો પાડી રૂા. 15,28,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ આ ગોડાઉનના માલિક-સંચાલક અને દારૂ ઉતારનારાને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે કુચીયાદળમાં આવેલા આર. કે. ફાયર નામના ગોડાઉનમાં મોડી રાતે દરોડો પાડયો હતો. જેમાંથી મેકડોવેલ્સ નંબર 1ની 750 મી.લી.ની રૂા. 5,80,800ની 1452 બોટલો, ઓલ સિઝન વ્હીસ્કીની 750 મી.લી.ની રૂા. 7,20,000ની 1440 બોટલો અને રોયલ ચેલેન્જની 750 મી.લી.ની રૂા. 2,28,000ની 456 બોટલો મળી કુલ રૂા. 15,28,000નો 3348 બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસે પ્રાથમિક તપાસ કરતાં આર. કે. ફાયર નામનું ગોડાઉન કોઇ મહેશ્ર્વરી અટક ધરાવતી વ્યક્તિનું છે. પોલીસે ગોડાઉન સંચાલક અને દારૂ ઉતારનારાને શોધવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજા પેટ્રોલીંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે, કુચીયાદળના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો છે.
આથી તેમણે રાત્રે પેટ્રોલિંગમાં રહેલા એરપોર્ટ પીઆઇ જી. એમ. હડીયાની જાણ કરતાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ દરોડો પાડતાં લાખોનો દારૂ પકડાયો હતો.
Read About Weather here
આ કામગીરીમાં એરપોર્ટ પીઆઇ જી. એમ. હડીયા સાથે પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્સ. કેશુભાઇ વાઝા, વિક્રમસિંહ સોલંકી, કોન્સ. યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ ચુડાસમા, વિજયભાઇ નકુમ અને કુવાડવાના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજા જોડાયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here