આંકડાની વાત કરીએ તો આ તમામ શવમાં ૯૫ ટકા શવ ગોળી વાગેલા હતાં. કીવ,તા. ૧૬: રશિયન સેનાની વાપસી બાદ કીવનાં કેટલાંક વિસ્તારોમાંથી ૯૦૦થી વધુ નાગરિકોનાં શબ મેળવવાંમાં આવ્યાં છે. ક્ષેત્રીય પોલીસ પ્રમુખે શુક્રવારે પત્રકારો સાથે વાતમાં જણાવ્યું કે, કીવમાં ક્ષેત્રીય પોલી દળનાં પ્રમુખ એન્ડ્રીય નેબિતોવે કહ્યું કે, આ શવને રસ્તા પર ખુલ્લા છોડી દેવામાં આવ્યાં હતાં. કે પછી તેમને અસ્થાયી રૂપથી દફનાવવામાં આવ્યાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
એન્ડ્રીયનું કહેવું છે કે, ‘અમને લાગે છે કે રશિયન કબજા દરમિયાન લોકોની શેરીઓમાં હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે માર્યા ગયેલા નાગરિકોના મૃતદેહોની સંખ્યા ૯૦૦ને વટાવી ગઈ છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે કાટમાળ નીચે અને સામૂહિક કબરોમાં દરરોજ મૃતદેહો મળી રહ્યા છે.મૃતદેહોને કેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ક્યાં લઈ જવામાં આવશે તે જાણી શકાયું નથી. બુચામાં લોકોને સૌથી વધુ નુકસાન થયું છે, જયાં ૩૫૦ થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. એન્ડ્રેએ કહ્યું કે રશિયન સૈન્ય એવા લોકોની શોધમાં છે જેઓ મજબૂત યુક્રેનિયન તરફી મંતવ્યો વ્યક્ત કરે છે.
Read About Weather here
‘દરમિયાન, મેરીયુપોલ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે રશિયન સૈનિકો અગાઉ રહેણાંક સંકુલમાં દફનાવવામાં આવેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મોસ્કોની સૈન્ય દ્વારા માર્યા ગયેલા લોકોને હવે દફનાવવાની મંજૂરી આપતા નથી. ટેલિગ્રામ પર જાહેર કરાયેલા સંદેશા અનુસાર, ‘મારીયુપોલના રહેવાસીઓ તેમના મૃત સંબંધીઓ અથવા મિત્રોને ચિતાને સોંપતા અટકાવવા માટે દરેક કમ્પાઉન્ડમાં એક ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here