કાશ્મીર ખીણમાંથી ફરી પંડિત પરિવારોની હિજરત શરૂ

કાશ્મીર ખીણમાંથી ફરી પંડિત પરિવારોની હિજરત શરૂ
કાશ્મીર ખીણમાંથી ફરી પંડિત પરિવારોની હિજરત શરૂ

ખીણનાં લધુમતી પંડિતો પર ત્રાસવાદી હુમલા બાદ ચોમેર ભયનું હવામાન: પંડિત શિક્ષણની કરપીણ હત્યાબાદ અનેક પરિવારો કાશ્મીર છોડી ગયા
આતંકીને ખતમ કરવા તાકિદે ખાસ ટીમો કાશ્મીર મોકલતા અમિત શાહ: પંડિતો અને શીખોને ખીણમાંથી હિજરત ન કરવા રાજકીય પક્ષોની અપીલ

કાશ્મીર ખીણમાં લઘુમતી પંડિતો અને શીખોને લક્ષ્યાંક બનાવતા તાજેતરનાં આતંકવાદી હુમલાને પગલે ખીણમાંથી ફરી એક વખત કાશ્મીરી પંડિતોની હિજરત શરૂ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારે અનેક પંડિત પરિવારો ખીણ છોડી ગયા હોવાનું જાહેર થયું છે. એક શીખ પ્રિન્સીપાલ અને પંડિત શિક્ષિકા સહિત ત્રણ દિવસમાં ખીણનાં 4 લઘુમતી નાગરિકોની

ત્રાસવાદીઓએ હત્યા કર્યા બાદ કાશ્મીરમાં પુન: વસવાટ કરી રહેલા પંડિત અને શીખ પરિવારોમાં દહેશત ફેલાઈ ગઈ છે.

સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, બડગામ જિલ્લાનાં શેખપુરામાં પંડિત પરિવારો માટે ખાસ વસાહત ઉભી કરવામાં આવી હતી. આ વિસ્તારનાં ડઝન બંધ પરિવારો ખીણ છોડીને જઈ રહ્યા છે

અને બીજા જવાની તૈયારીમાં છે. એક કાશ્મીરી પંડિતે જણાવ્યું હતું કે મને હવે ઘરની બહાર નીકળવાની હિંમત થતી નથી. અમારી વસાહતની આજુબાજુ ભારે સુરક્ષા રાખવામાં આવી છે.

પણ કોલોનીની બહાર જઈ શકાય તેમ નથી. ઓફીસની પણ બહાર જઈ શકાય તેમ નથી. દિવસ-રાત ઘરમાં પુરાઈ રહેવાનું શક્ય ન હોય.

સરકારે પરત આવેલા કાશ્મીરી પંડિત પરિવારોનાં પુન: વસવાટ માટેનાં અનેક પગલાઓ લીધા હતા. સરકારે એમને નોકરીઓ પૂરી પાડી છે. રહેણાંકનાં ફ્લેટ આપ્યા છે.

પણ હવે ફરીવાર અહીં રહેવું એમના માટે સલામત બન્યું છે. શોફિયાન શહેરમાંથી પરિવાર સાથે રવાના થયેલા 51 વર્ષનાં એક પંડિતે જણાવ્યું હતું કે, 90 નાં દાયકામાં ત્રાસવાદ ટોચ પર હતો ત્યારે પણ અમે ખીણ છોડી ન હતી. પણ હવે હિજરત કરવી જ પડશે.

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિનાં પ્રમુખ સંજય ટીકુએ જણાવ્યું હતું કે, કાશ્મીરનાં બડગામ, અનંતનાગ અને પુલવામા જેવા અનેક વિસ્તારોમાંથી પંડિત પરિવારો ઉપરાંત સંખ્યાબંધ બિનપંડિત પરિવારો પણ હિજરત કરી ગયા છે

અને દેશના અન્ય વિસ્તારોમાં ચાલ્યા ગયા છે. 90 નાં દાયકાની પરિસ્થિતિ ફરી નિર્માણ થતી દેખાય છે. અમે ગયા જૂનમાં જ રાજ્યનાં લેફગવર્નરને મળવાનો સમય માંગ્યો હતો પણ હજુ સુધી અમને સમય આપ્યો નથી.

સમિતિ જણાવે છે કે સરકારની પુન: વસવાટ યોજના મુજબ સરકારી નોકરી મેળવનાર અનેક પંડિત યુવાનો જાનનું જોખમ લગતા જમ્મુ ચાલ્યા ગયા છે કેમકે ખીણમાં તંત્ર એમને સુરક્ષા પૂરી પાડી શકે એવું નથી.

દરમ્યાન ખીણમાં કામ કરતા લઘુમતીનાં કર્મચારીઓને વહીવટીતંત્ર દ્વારા 10 દિવસની રજા આપવામાં આવી છે.શુક્રવારે કાશ્મીર ખીણમાં લઘુમતીઓની હત્યાનાં વિરૂધ્ધમાં એક વિશાળ રેલી યોજાય હતી.

જેમાં મોટા પ્રમાણમાં પંડિત અને શીખ સમાજનાં લોકોએ હાજરી આપી હતી. દેખાવકારોએ પાકિસ્તાની વિરોધી સુત્રોચાર કર્યા હતા. અનેક વિસ્તારોમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના અને જાગરણ મંચ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

કાશ્મીરમાં આતંકવાદના વળતા પાણી બાદ ખીણમાં પરત આવેલા પંડિતોને ફરીથી અહિં વસવાટ કરી નવેસરથી વતનમાં જઇને જીવન જીવાની આશા હતી

પણ આતંકવાદીઓને પંડિતોને જ લક્ષ્યાંક બનાવીને હત્યાઓ શરૂ કરી દેતા એમના સપના અને અરમાનો પર પાણી ફરી વળતું દેખાય છે. ગઇકાલે આતંકવાદીઓની ગોળીઓનો શિકાર થયેલા શિક્ષક દિપક ચંદના માતા કાંતાદેવીની આંખમાંથી સતત અશ્રૃ વહી રહયા છે.

Read About Weather here

તેમણે વેદના ભર્યા શુરમાં જણાવ્યું હતું કે, સરકાર મારા દિકરાને સુરક્ષા આપી શકી નથી. મારો દિકરો આજીવીકા માટે કાશ્મીર આવ્યો અને જાનથી હાથ ધોવા પડયા છે. કાશ્મીર અત્યારે અમારા માટે સ્વર્ગ નહી નરક બની ગયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here