કાલે વડાપ્રધાન મોદી નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે

કાલે વડાપ્રધાન મોદી નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે
કાલે વડાપ્રધાન મોદી નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 10 મી જૂનના રોજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે.પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ.3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને અંદાજીત 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે કરવામાં આવશે.નવસારી ખાતે અંદાજીત રૂ.લ542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે.જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉપલબ્ધ કરાવીને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં નવસારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશેઅંદાજીત 1.50 લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે.

Read About Weather here

જેમાં 23 હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કોલેજ જ્યારે 65 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે.શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.મેડિકલ કોલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા 330 કેપેસીટીની બોય્સ અને 330 કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે.કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા 511 થશે.વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કોલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતું. નરેન્દ્રભાઇની દિર્ધદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં 31 જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ કાર્યરત બની છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે.જેના પરિણામ સ્વરૂપ આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા (નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કોલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કોલેજ દીઠ 100 બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ.2250 કરોડનું આયોજન હાથ ધરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here