કાલે રાજકોટ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાશે

કાલે રાજકોટ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાશે
કાલે રાજકોટ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાશે

જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડાની ખાસ ઉપસ્થિતિ : ધારાસભ્યોનું સન્માન કરાશે

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે, રાજકોટ જીલ્લાની કારોબારી બાદ રાજકોટ જીલ્લાના તમામ તાલુકાઓમાં કારોબારી બેઠકો યોજવામાં આવે છે. જેના અનુસંધાને રાજકોટ તાલુકા ભાજપની કારોબારી બેઠક રાજકોટ તાલુકા ભાજપ અધ્યક્ષ બાબુભાઈ નસીતના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

આ મંડલ કારોબારી બેઠકમાં રાજકોટ તાલુકા મત વિસ્તારના ચૂંટાયેલા કેબીનેટમંત્રી ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી-વાંકાનેર, દુર્લભજીભાઈ દેથરીયા-પડધરી-ટંકારા, શામજીભાઈ ચૌહાણ-ચોટીલાનું સન્માન કરવામાં આવશે.આ કારોબારી બેઠકમાં જીલ્લા આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તાવો, આભાર પ્રસ્તાવ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવાના કાર્યક્રમો તેમજ આગામી સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

Read About Weather here

રાજકોટ તાલુકા ભાજપની કારોબારીમાં તાલુકામાં રહેતા જિલ્લાના હોદ્દેદારો તેમજ જિલ્લા કારોબારી સભ્યઓ, તાલુકા ભાજપના હોદ્ેદારો, મોરચાના પ્રમુખ-મહામંત્રી, સેલના ક્ધવીનર, સહ-ક્ધવીનરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા કારોબારીના સભ્યો, સહકારી સંસ્થાના ડિરેક્ટરો તેમજ આમંત્રિત સભ્યઓ તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા ખાસ અનુરોધ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here