કાલે નરેશ પટેલ રાઝ ખોલશે ખરા?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ખોડલધામ પ્રણેતા અને લેઉવા સમાજનાં નેતા નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશનો મામલો મીડિયા, આમ જનતા અને રાજકીય વર્તુળો માટે એક ન ઉકેલાઈ એવો કોયડો બનીને રહી ગયો છે. રાજકારણમાં એન્ટ્રી કરવી કે ન કરવી તે મુદ્દા પર ધાર્યા કરતા વધુ લાંબી અવઢવની ટનલમાં ફસાયેલા નરેશ પટેલ હવે રાઝ ખોલવાની તૈયારીમાં આવી ગયા હોવાના નક્કર સંકેતો મળી રહ્યા છે. બુધવારે નરેશ પટેલે અચાનક મીડિયા સાથે ખાસ સંવાદનું આયોજન કર્યું છે. તેમણે સામેથી અખબારી સંવાદ દાતાઓને આમંત્રિત કર્યા છે એટલે મીડિયા અને રાજકીય સુત્રો એવી અટકળો કરી રહ્યા છે કે, બુધવારે નરેશ પટેલ કોઈ નક્કર જાહેરાત કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

એમના રાજકારણમાં જોડાવા અંગે છેલ્લા કેટલાય મહિનાઓથી જાતજાતનાં અનુમાનો અને અટકણો થઇ રહ્યા છે. નરેશ પટેલ જાતે ઘણીવાર મીડિયા સમક્ષ આવ્યા છે પણ પોતાના મનમાં શું ચાલે છે તેનો ફોડ પાડ્યો નથી. પરિણામે રાજનીતિ પ્રવેશ અંગેનો આખો મામલો ખૂબ જ રહસ્યનાં આટાપાટા સર્જવા લાગ્યો છે. તેઓ શું કરશે, ક્યાં પક્ષમાં જશે, અથવા રાજકારણમાં નહીં જાય એ મુદ્દાઓ પરની ચર્ચાઓ, અનુમાનો અને અટકળોની આંધી ફૂંકાતી રહી છે પણ તેમાંથી કશું સ્પષ્ટ અભિપ્રેત થયું નથી. નરેશ પટેલે રાજકારણમાં જવું કે નહીં એ અંગે પોતાના સમાજનો અભિપ્રાય માંગ્યો છે. એક ખાસ સર્વે કરાવ્યો છે.

સર્વે પછી અને સમાજનાં બહુમતી વર્ગનો અભિપ્રાય જોયા બાદ નિર્ણય લેવાનું તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે અને હવે એ ઘડી નજીક આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. નરેશ પટેલને ગુજરાતની રાજનીતિનાં અખાડાનાં ત્રણેય મુખ્ય પક્ષો બોલાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને ગુજરાતનો નવો ચહેરો આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને હોંશે-હોંશે આમંત્રણ પાઠવી ચૂક્યા છે. તમામ પક્ષનાં કેટલાક ટોચનાં નેતાઓ નરેશ પટેલ સાથે બંધબારણે ગુફતેગો પણ કરી ગયા છે. પરંતુ આ દરેક બેઠકો બાદ જયારે- જયારે નરેશ પટેલ મીડિયાની સામે આવ્યા છે ત્યારે એમણે ગોળ-ગોળ જવાબ આપીને રહસ્યનું ચક્ર ફરતું જ રાખ્યું છે.

અત્યાર સુધી એવું થતું હતું કે, નરેશ પટેલ દિલ્હીથી આવે અથવા તો કોઈ રાજકીય પક્ષોનાં નેતાઓને મળે તો પણ મીડિયા એમનો માંડ-માંડ સંપર્ક કરી શકતું હતું. સંપર્ક થાય તો પણ તેઓ સાંકેતિક કોડ જેવી ભાષામાં જ બોલતા હતા. એટલે મીડિયા પણ એમના નિર્ણય વિશે ગુચવાઈ જતું હતું. મીડિયાને લાગવા માંડ્યું હતું કે, નરેશ પટેલ જાણી જોઇને કોઈ ચોક્કસ ઈરાદે રહસ્યનાં આટાપાટા સર્જી રહ્યા છે અને હેતુપૂર્વક મગનું નામ મરી પાડતા નથી. આવા માહોલમાં અચાનક ખોડલધામ પ્રણેતા તરફથી મીડિયાને સંદેશો આવે છે અને વાતાવરણ ફરી ગરમાઈ જાય છે. આવતીકાલ તા.25 ને બુધવારે નરેશ પટેલ એમના ફાર્મહાઉસ પર મીડિયા કર્મીઓ સાથે સ્નેહમિલન યોજવાના છે. આવતીકાલનાં મીડિયા મિલનમાં નરેશ પટેલ તેઓ મોટી જાહેરાત કરે છે કે કેમ તે જોવાનું રહેશે.

અત્રે હકીકત એ છે કે, 28મી મે નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક હોસ્પિટલનાં લોકાર્પણ માટે આટકોટ આવી રહ્યા છે. વડાપ્રધાનનાં આગમન પહેલા નરેશ પટેલ પોતાનો રાજકીય અવતાર સ્પષ્ટ કરવા માંગતા હોય એવી સંભાવના નકારી શકાતી નથી. મીડિયા પણ આવતીકાલનાં મિલન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને નક્કર અને મહત્વપૂર્ણ મોટી રાજકીય જાહેરાત થવાની આશા રાખી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજમાં સેવા કાર્યો માટે ઘણો આદર-સન્માન ધરાવે છે એટલે એમના પર રાજકારણમાં પ્રવેશ કરવાનું દબાણ પણ વધતું રહ્યું છે. એટલે નરેશ પટેલ પણ સમયાંતરે મીડિયાને આછા-પાતળા સંકેતો આપતા રહ્યા છે પણ કોઈ કારણસર હજુ સુધી નિશ્ર્ચિત કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નથી એ પણ સમજવા જેવી વાત છે. તેઓ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય પણ સમાજને પૂછીને લેવા માંગે છે. એટલે લેઉવા પટેલ સમાજમાં સર્વે કરાવ્યો છે.

Read About Weather here

સર્વે રીપોર્ટનાં આધારે જ નરેશ પટેલનું રાજકીય ભાવિ નિશ્ર્ચિત થશે. એવું માનવામાં આવે છે. સર્વે રીપોર્ટ આવી ગયો છે કે કેમ એ અંગે નરેશ પટેલનાં નજીકનાં વર્તુળો તરફથી કોઈ સંકેત મળ્યો નથી. ક્યારે આવશે એ અંગે પણ કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. આવા બધા ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાનની મુલાકાત પહેલા નરેશ પટેલે જે મીડિયા બેઠક યોજી છે તેમાં કોઈ નવો ધડાકો થવાની શક્યતા રાજકીય વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે અને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી થશે કે નો-એન્ટ્રી તે લગભગ કાલે નિશ્ર્ચિત થઇ જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here