હેલ્મેટના કાયદાને કારણે અગાઉ સત્તાધીશોને પણ તકલીફો પડી ગયાના પુરાવા છે. આ કારણે આ કાયદાને હળવો કરવો પડયો હતો. ‘હેલ્મેટ’…નામ સાંભળતા જ ખાસ કરીને રાજકોટના રહેવાસીઓ નાકનું ટેરવું ચડાવી દેતાં હોય છે. કારણ કે હેલ્મેટ અને રાજકોટને લગભગ પહેલેથી બાપે માર્યા વેર હોય એવું જોવા મળ્યું છે. જ્યારથી હેલ્મેટનો કાયદો અમલી બન્યો છે ત્યારે તેનો વિરોધ જ થયો છે. જ્યારે પણ હેલ્મેટને ફરજીયાત બનાવવાનો નિર્ણય સામે આવ્યો છે ત્યારે તેનો વિરોધ જ થયો છે. આવતી કાલથી દસ દિવસ માટે ચાર મુખ્ય શહેરોમાં ટુવ્હીલર ચાલકો માટે હેલ્મેટ અને ફોરવ્હીલર ચાલકો માટે સીટ બેલ્ટ ફરજીયાત રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
આ માટેની ખાસ ડ્રાઇવ યોજી આ નિયમોનો ભંગ કરનારા ચાલકોને દંડ ફટકારાશે. જો કે શહેરની અંદરના ભાગોમાં ટુવ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત નથી, પણ કાર ચાલકોએ શહેરમાં પણ સીટ બેલ્ટ બાંધવાના રહેશે.હરવખતે ફરજીયાત હેલ્મેટના નિયમનો વાહન ચાલકોએ વિરોધ કર્યો છે. કદાચ આ વિરોધ સાચો હોય તેમ રાજકોટમાં શહેરની અંદર ફરજીયાત હેલ્મેટના કાયદાને કદી ફરજીયાત બનાવાયો નથી. ત્યાં હવે વધુ એક વખત ડ્રાઇવના નામે દસ દિવસનું ગતકડું આવતીકાલથી અમલી બનશે. શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને અમુક હાઇવે ગણાય છે એવા રસ્તાઓ પર પોલીસ હેલ્મેટ અને સીટ બેલ્ટના નામે દંડના ડામ દેવા તૈયાર રહેશે.
આવતીકાલ તા. ૬/૩ થી તા. ૧૫/૩ સુધી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં તેમજ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ, વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં હેલ્મેટ ભંગ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ યોજવા સુચના અપાઇ છે.રાજ્યના ચાર શહેરો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં આવતીકાલ રવિવારથી લઇને ૧૫ માર્ચ સુધી હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઇવ યોજવા સુચના અપાઇ છે. આ કામગીરી રોજે રોજ કરવાની રહેશે અને બીજા દિવસે કરેલી કામગીરીનો અહેવાલ ડીજીપીને ઇ-મેઇલ મારફત ફરજીયાત આપવાનો રહેશે. તેવો આદેશ કરાયો છે.
સુપ્રિમ કોર્ટની કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તથા રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં રોડ સલામતિને લગત કામગીરીના તારણ પરથી એ સ્પષ્ટ થયું છે કે રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહિ પહેરવા તથા સીટ બેલ્ટ નહિ બાંધવાને કારણે અકસ્માતોનો મૃત્યુદર વધ્યો છે અને ગંભીર ઇજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમનનોની સુયોગ્ય અમલવારી કરાવવા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા જણાવાયું હોવાથી દસ દિવસ માટે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઇવ રાખવામાં આવી છે.
Read About Weather here
આ ડ્રાઇવ આખો દિવસ ચાલુ રાખવાની રહેશે અને બીજા દિવસે સવારે આઠ વાગ્યે હેલ્મેટ અને સીટ બેલ્ટના કરેલા કેસની સંખ્યા, તારીખ, વસુલ કરેલા દંડની સંખ્યા અને એનસી કેસની સંખ્યાની વિગતો પત્રકમાં ભરીને મોકલવાની રહેશે. તેમ આદેશમાં જણાવાયું છે. જો કે રાજકોટ શહેરમાં ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં રહેશે નહિ. એટલે કે રાજકોટ શહેરના અંદરના ભાગોમાં જે ટુવ્હીલર ચાલકો નીકળશે તેને હેલ્મેટ પહેરવા નહિ પડે. પરંતુ શહેર સંલગ્ન હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. તેમ એસીપી ટ્રાફિક શ્રી વી. આર. મલ્હોત્રાએ ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે. શહેરના તમામ વાહન ચાલકો નિયમોનું પાલન કરી ડ્રાઇવમાં સહકાર આપે તે જરૂરી ગણાશે. અન્યથા દંડનો ભોગ બનવું પડશે. જ્યારે ફોરવ્હીલર ચાલકોને શહેરની અંદર પણ સીટ બેલ્ટ બાંધવો ફરજીયાત છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here