કાલથી રાજકોટ વિધાનસભા વાઈઝ રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.રાજકોટ મહાનગર ખાતે આવતીકાલે તા.3 જૂન થી તા.5 જૂન દરમ્યાન વિધાનસભા-68માં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, વિધાનસભા 69માં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વિધાનસભા 70માં રાજયના પૂર્વમંત્રી જવાહરભાઈ ચાવડા અને વિધાનસભા 71માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા સહીતના અગ્રણીઓ દ્વારા ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થઈ રહયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રાજનૈતિક પ્રવાસ દરમ્યાન ઉપરોકત પ્રદેશ અગ્રણીઓ વિધાનસભા મત વિસ્તારમાં મંડલ સમિતિઓની તૈયારી, આગામી કાર્યક્રમોની સમીક્ષા, મુખ્ય જુથો,જાતિ સમુદાય તેમજ કેન્દ્ર રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક, તાજેત2માં પૂર્ણ થયેલા સરકારી કાર્યક્રમોની માહિતી, વિધાનસભા સીટનો અહેવાલ તૈયાર કરવો, વિધાનસભા સીટમાં આવતા ધાર્મિક સ્થળની મુલાકાત, જ્ઞાતિ સમુદાય સાથે સંપર્ક, સ2કા2ી યોજનાના લાભાર્થીઓ સાથે સંપર્ક, વોર્ડમાં ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત, જુના વરીષ્ઠ કાર્યકર્તાઓ આગેવાનો સાથે મુલાકાત, વિવિધ સેવાકીય- સામાજીક સંસ્થાના આગેવાનો

Read About Weather here

સાથે સંપર્ક, કાર્યકર્તા સાથે બેઠક, કાર્યકર્તાના ઘેર ભોજન, રાત્રિ રોકાણ કરશે તેમજ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડશે.આ રાજનૈતિક પ્રવાસમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-68માં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ,દિવ્યરાજસિહ ગોહિલ, વિધાનસભા 69માં નરેન્દ્રસિહ ઠાકુર, મહેશ રાઠોડ, વિધાનસભા-70માં જીતુભાઈ કોઠારી, અશોક લુણાગરીયા અને વિધાનસભા 71માં રાજુભાઈ બોરીચા, પરેશ હુંબલને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ રાજનૈતિક પ્રવાસમાં સાંસદઓ, વિધાનસભામાં આવતા ધારાસભ્યઓ, વોર્ડના પ્રમુખ-મહામંત્રી, પ્રભારી, હોદેદારોની ટીમ, શહેરની કારોબારીમાં આવતા આગેવાનો, વોર્ડમાં રહેતા શહેરના હોદેદાર, કોર્પોરેટર, ,વોર્ડના મોરચાના પ્રમુખ મહામંત્રી, વોર્ડમાં રહેતા શહેર મોરચાના હોદેદારો, વોર્ડના શક્તિકેન્દ્રના પ્રભારી-સંયોજક, બુથના ઈન્ચાર્જ વોર્ડમાં રહેતા સેલના સંયોજક, વોર્ડની આઈટી સોશિયલ મીડીયાની ટીમ સહીતના અપેક્ષીતો ઉપસ્થિત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here