શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા બેઠક યોજાઇ: યોજાનારા અનેકવિધ કાર્યક્રમો વિષે માહિતી આપતા પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ સાથે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં મેયર બંગલા ખાતે શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં સીઆર.પાટીલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં પાર્ટીનું સંગઠન આજે વટવૃક્ષ બન્યું છે ત્યારે ખાસ કરી પ્રત્યેક બુથમાં પેજ પ્રમુખની કામગીરી કરી આગામી ચૂંટણીમાં કાર્યકર્તાના માધ્યમથી બુથ જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ પાર્ટીના આગામી દિવસોમાં યોજાનાર સંગઠનાત્મક કાર્યક્રમો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે સી.આર.પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે આટલા ટૂંક સમયમાં કરવામાં આવેલું આયોજન ખૂબ ગમ્યું અને ચા સાથે કાર્યકરો સાથે ચર્ચા કરવાની તક મળી તેનો આનંદ છે. આગળ વાત કરતા તેમને કહ્યું હતું હાલમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ સૌની અપેક્ષા કરતાં પણ ખૂબ સારું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ તેમજ નાણાં મંત્રી કનુભાઈ એ ખૂબ સારું બજેટ રજૂ કર્યું છે માટે તમને ખુબ ખુબ અભિનંદન. આ બજેટમાં જમીન પર ઉતરી શકાય તેવા લોક ઉપયોગી પ્રોજેક્ટો, આદિવાસી, માછીમારો, વૃધ્ધો, બહેનો, પશુઓ તમામને આવરી લેતું લોક કલ્યાણકારી બજેટ છે.
આ બેઠકમાં પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સાંસદસભ્ય સર્વ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો પ્રદીપભાઈ ડવ, નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોલીયા, શહેર ભાજપ મહામંત્રી જીતું કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ રાજુભાઈ ધ્રુવ, ડો. વલ્લભભાઈ કથીરિયા, જીતુભાઈ મહેતા તેમજ કોર્પોરેટરઓ અને હોદેદારો, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Read About Weather here
આ તકે સી. આર. પાટીલજી નું કુમકુમ તિલક કરી સ્વાગત પવનપુત્ર ચોક ગરબી મંડળ ની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઢોલ, અને શરણાઈ ના નાદ થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર ડો. પ્રદીપ ડવ એ મેયર બંગલા ખાતે સી. આર. પાટીલને ઉષ્માભેર આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ રાઠોડએ કર્યું હતું. કાર્યક્રમ ની વ્યવસ્થા અનિલભાઈ દ્વેષહરેશ જોશી, મહેશ રાઠોડ, જીગ્નેશ જોશી એ સાંભળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here