કાર્તિકની ફિલ્મી સંઘર્ષગાથા

કાર્તિકની ફિલ્મી સંઘર્ષગાથા
કાર્તિકની ફિલ્મી સંઘર્ષગાથા
તે પોતાના દમ પર મેચ જિતાડી રહ્યો છે. આ ઉંમરે જ્યારે ખેલાડીઓ નિવૃત્તિ લેવાનું વિચારે છે ત્યારે કાર્તિકનું આવું પ્રદર્શન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે .બેંગલુરુનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર ફોર્મમાં છે. 36 વર્ષીય RCBનો ખેલાડી આ સીઝનમાં એક નવા જ રૂપમાં નજરે આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કાર્તિક માટે તે આજે જે ઊંચાઈ પર છે ત્યાં પહોંચવું એટલું સરળ નહોતું.તેના બેસ્ટ ફ્રેન્ડ અને તેની પહેલી પત્નીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો, જેને કારણે તે તેના જીવનથી એટલો નારાજ હતો કે તેણે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું હતું.2007 અને 2011ની વચ્ચે કાર્તિકને ટીમ ઈન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોની પછી વિકેટકીપર-બેટ્સમેન તરીકે બીજા વિકલ્પ તરીકે ગણવામાં આવતો હતો.

દિનેશ કાર્તિકે દીપિકા પલ્લીકલ સાથે 2015માં લગ્ન કર્યા. દીપિકાએ ગયા વર્ષે જોડિયા બાળકોને જન્મ આપ્યો.

જો ધોનીને ટીમમાંથી આરામ મળ્યો હોત તો કાર્તિક વિકેટની પાછળ જોવા મળત. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન એટલું જોરદાર હતું કે તેને તામિલનાડુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો, પરંતુ તે બધું પળવારમાં સમાપ્ત થઈ ગયું.દિનેશે તેની બાળપણની મિત્ર નિકિતા વણઝારા સાથે 2007માં લગ્ન કર્યા હતા. થોડાં વર્ષો પછી નિકિતાએ કાર્તિકના મિત્ર અને સાથી ખેલાડી મુરલી વિજય સાથે અફેર શરૂ કર્યું.

2012માં નિકિતાએ કાર્તિક સાથે છૂટાછેડા લઈ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા.

તે મુરલીના બાળકની માતા બનવાની હતી. આ વાત કાર્તિક સિવાય તામિલનાડુના તમામ ખેલાડીઓને ખબર હતી. અચાનક એક દિવસ નિકિતાએ કાર્તિકને આ સત્ય વિશે કહ્યું અને તેને છૂટાછેડા લેવા કહ્યું.બંને વચ્ચે છૂટાછેડા થયા બાદ નિકિતા મુરલી વિજય સાથે રહેવા લાગી હતી. મુલીએ IPLમાં ચેન્નઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે સતત રન બનાવી રહ્યો હતો. ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી થઈ હતી. એ જ સમયે કાર્તિકનું પ્રદર્શન સતત ઘટવા લાગ્યું. તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ખરાબ ફોર્મને કારણે તેની પાસેથી તામિલનાડુ ટીમની કેપ્ટન્સી છીનવીને મુરલી વિજયને સોંપવામાં આવી હતી. કાર્તિક ડિપ્રેશનમાં જતો રહ્યો.

કાર્તિકની ફિલ્મી સંઘર્ષગાથા કાર્તિક

તે પોતાના જીવનથી એટલો પરેશાન થઈ ગયો કે તેણે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું. IPLમાં પણ તે રન નહોતો બનાવી રહ્યો.કાર્તિકે તેની ટ્રેનિંગ પણ છોડી દીધી હતી. તેણે જિમ જવાનું પણ બંધ કરી દીધું હતું. તેનો ટ્રેનર ચિંતિત થઈને તેના ઘરે ગયો. ટ્રેનરે કાર્તિકને એક ખૂણામાં દેવદાસની જેમ દાઢી કરીને બેઠેલો જોયો. પછી, ટ્રેનરે આગ્રહ કર્યો કે તે તેની ટ્રેનિંગ ફરી શરૂ કરે. કાર્તિક કોઈક રીતે સંમત થઈ ગયો અને જિમ જવા લાગ્યો. જિમમાં જ દિનેશની મુલાકાત દીપિકા પલ્લીકલ સાથે થઈ હતી.દીપિકા અને દિનેશ સારાં મિત્રો બની ગયાં. કાર્તિકે નેટ્સમાં ફરી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને ઘરેલું મેચોમાં પણ રન બનાવવાનું શરૂ કર્યું.

દીપિકાએ તેને સ્ટેપ બાય સ્ટેપ સપોર્ટ કર્યો. ફરી એકવાર તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ. થોડા દિવસો પછી તેણે દીપિકા સાથે લગ્ન કર્યા. તે IPLમાં કોલકાતાનો કેપ્ટન પણ બન્યો હતો.જ્યારે તે 34 વર્ષની ઉંમરે IPLમાં કેપ્ટન હતો ત્યારે તે નિવૃત્તિ લેવા માગતો હતો અને માત્ર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા માગતો હતો. આ દરમિયાન દીપિકા ગર્ભવતી થઈ અને તેણે 2021માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો. કાર્તિકે રમવાનું બંધ કરી દીધું. તેણે કોમેન્ટરી કરવાનું શરૂ કર્યું અને આ ક્ષેત્રમાં પણ તેનું સંપૂર્ણ વર્ચસ્વ રહ્યું.દિનેશ કાર્તિકનું સપનું ચેન્નઈના પોશ વિસ્તાર પોએસ ગાર્ડનમાં એક આલીશાન ઘર ખરીદવાનું હતું, પરંતુ એની કિંમત ઘણી વધારે હતી.

કોલકાતાની ટીમને દિનેશ કાર્તિકની કેપ્ટનશિપમાં કઈ ખાસ સફળતા મળી નથી.

પછી દીપિકાએ તેને કહ્યું- આપણે બંને આપણી રમત પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તમારું સપનું પૂરું કરીશું. દીપિકા પોતે સ્ક્વોશ ખેલાડી છે. તેણે કાર્તિક સાથે ટ્રેનિંગ શરૂ કરી અને થોડા દિવસોમાં તેણે પોએસ ગાર્ડનમાં એક આલીશાન ઘર પણ ખરીદ્યું.IPL 2022 પહેલાં ચેન્નઈની ટીમે દિનેશ કાર્તિક સાથે વાત કરી હતી કે તેઓ તેને પોતાની ટીમમાં લેવા માગે છે. ઓક્શન દરમિયાન ચેન્નઈ કાર્તિક પર સતત બોલી લગાવી રહી હતી, પરંતુ બેંગલોરની ટીમે બોલી જીતી લીધી.

Read About Weather here

ફ્રેન્ચાઇઝીએ તેને 5 કરોડ 50 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. આ વર્ષે પણ યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાર્તિકને ટીમમાં સામેલ કરવાની ચર્ચા છે. એ જ સમયે દીપિકાએ સ્ક્વોશમાં પણ શાનદાર રમત બતાવી અને ગ્લાસગોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જોશના ચિનપ્પા સાથે મહિલા ડબલ્સ અને સૌરવ ઘોસાલની મિશ્રિત ડબલ્સ બંને જીતી.આ RCB સ્ટારની સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here