કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્ર્નો પર નવા સીપી ભાર્ગવે તાકીદે કામ હાથમાં લેવું પડશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં ત્રણમહિના એટલે કે, 84 દિવસનાં લાંબાગાળા સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનર જેવો મહત્વપૂર્ણ અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જરૂરી હોદ્દા પર અંતે નવા સીપીની નિમણૂંક કરવાનું રાજ્ય સરકારે આવકાર દાયક પણ જરૂરી પગલું લીધું છે.શહેરનાં નવા સીપી તરીકે 1995 ની બેચનાં અનુભવી આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર જેવા સતત વિકસતા અને ચારેતરફથી ફેલાતા જતા મહાનગરને શાંત અને સુરક્ષિત રાખવા તથા ગુનાખોરીથી મુક્ત કરવા માટેનાં મુખ્ય પડકારનો સીપીએ સામનો કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર પોલીસનાં કેટલાક મહત્વનાં વિભાગોની કામગીરી ઘણી સારી અને નોંધપાત્ર રહી છે. છતાં હજુ ઘણું કરવાનું રહે છે. તેવું શહેરનાં પ્રબુધ્ધ નાગરિકોનું માનવું છે. જાણવા મળ્યું છે કે, કથિત લાંચ રૂશ્ર્વત કાંડમાં તત્કાલીન સીપી મનોજ અગ્રવાલનાં વીસેય આંગળા ખરડાયા હોવાથી રાજકોટ પોલીસની પ્રતિભા અને પ્રતિષ્ઠાને ઘણું નુકશાન થયું હતું. તેવા સમયે અહીં હોદ્દો સંભાળનાર સીપી રાજુ ભાર્ગવ એમની નિર્વિવાદ પ્રતિભાને કામે લગાડીને રાજકોટ પોલીસ દળમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવાની પહેલ કરશે.

એ નક્કી છે. તે માટે એમણે રાજકોટ શહેરનાં હજુ ઘણા અણઉકેલ કાયદો વ્યવસ્થાનાં પ્રશ્ર્નો પર યુધ્ધનાં ધોરણે ધ્યાન આપવાનું રહેશે. કેમકે અહીં મુખ્ય અને સંગઠિત ગુનાખોરી ક્રિકેટ સટ્ટાખોરીને લગતી છે. બીજા પણ અનેક અપરાધો પરદા પાછળ ફૂલતા-ફાલતા રહ્યા છે. એટલે એ કહી શકાય કે, નવા સીપી રાજુ ભાર્ગવ સામે હજુ અનેક પડકારો છે પણ ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા અને બિન વિવાદાસ્પદ અધિકારી તરીકેની ખ્યાતિ ધરાવતા રાજુ ભાર્ગવ પાસે રાજકોટનાં શહેરીજનો ઘણી આશા રાખીને બેઠા છે. નવા કમિશનરની વાત કરીએ તો રાજુ ભાર્ગવ મૂળ રાજસ્થાનનાં વતની છે.

ખૂબ જ અભ્યાસુ છે, બીએસસી, એમએ અને એમબીએની ડિગ્રી ધરાવે છે. તેઓ સીઆરપીએફમાં પણ 7 વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ ટ્રાફિકમાં પણ એમણે ફરજ બજાવી હતી. ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, ગોધરા અને સુરત સીટીમાં તેઓ એસપી, સીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સીઆઈડી ક્રાઈમ અને ડીઆઈજી લોઓર્ડર જેવી જગ્યાઓ પર પણ તેમણે સારી કામગીરીથી ગૃહ ખાતાનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટ શહેર આમ તો પ્રમાણમાં શાંત શહેર ગણાય છે. પરંતુ અહીં અંદરખાને ગુનાખોરીનું વ્યાપ ઘણો વધારે રહ્યો છે.

Read About Weather here

ખાસ કરીને ક્રિકેટ સટ્ટાખોરી, બુકીઓનાં કાયદાથી પણ લાંબા હાથ, બુટલેગરોની બેફામ ધમાચકડી અને દૂર-દૂરનાં વિસ્તારોમાં ચોરી તથા એવી નાની-મોટી ગુનાખોરી, શેરી-ગલ્લીઓમાં ગાઠીયાદાદાઓની દાદાગીરી જેવા અનેક કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો પર નવા સીપી ભાર્ગવે તાકીદે કામ હાથમાં લેવું પડશે. રાજકોટ પોલીસમાં ડેમેજ કંટ્રોલ કરવા ઉપરાંત રાજકોટ શહેરને બુટલેગરો અને બુકીઓથી તથા સડકછાપ ગુંડાઓથી મુક્ત કરાવવા માટે તેમણે પોલીસદળને ખૂબ જ સક્ષમ રીતે દિશાનિર્દેશ કરવાનો રહેશે.
રાજકોટ શહેર સતત વિકસતું જતું શહેર છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ચારેય દિશાઓમાં દૂર-દૂર સુધી મહાનગર ફેલાઈ રહ્યું છે. શહેરની ચારેય દિશામાં સેંકડો નવી સોસાયટીઓ ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here