રાજકોટના બાળકને મળ્યો પરિવાર : છવાયો ખુશીનો માહોલ
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ,પારણિયે ઝૂલે રે ઝીણી જ્યોત રે,અદકા અજવાળા એની આંખમાં રે લોલ..જાણીતા કવિ મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મથી પરિવારમાં આવતી ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવે છે,તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ નિર્માણ પામી છે,ત્યારે રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે એક પરિવારને બાળક અને બાળકને તેના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની સેવા સંસ્થા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યુ છે. આ બાળકને કલેક્ટરના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યુ હતુ.બાળકને પરિવાર મળતાં કલેકટર,સંસ્થાના ટ્રસ્ટ્રીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટના આશરે 750 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટર દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે.જે અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજું બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે પહોંચી શકયુ છે.પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.
Read About Weather here
સમાજમાં હાલની પરિસ્થિતિમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીને લીધે પોતાના બાળકની આશાએ ઘણીવાર દંપતિઓ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે ત્યારે આ દંપતિને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે.અન્ય દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં દત્તક વિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતા પૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?
જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ,મેરેજ સર્ટિફિકેટ,મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન,પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે.આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે કરાર દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે.ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યુ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે.આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here