કરીના કપૂર ખાન પરિવાર સાથે ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા પહોંચી…!

કરીના કપૂર ખાન પરિવાર સાથે ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા પહોંચી…!
કરીના કપૂર ખાન પરિવાર સાથે ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા પહોંચી…!
તેની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ જણાવે છે કે, બેબો તેના મોટા પુત્ર તૈમૂર સાથે કેનિંગ્ટન ઓવલમાં ઇંગ્લેન્ડ સાથેની ભારતની મેચ જોઈ રહી છે.  કરીના કપૂર ખાન છેલ્લા  કેટલાક દિવસથી પોતાની ફેમેલી સાથે ઇંગ્લેન્ડમાં વેકેશન માણી રહી છે. જે વચ્ચે તેઓ પૂરા પરિવાર સાથે ભારત અને ઇંગ્લેન્ડનો મેચ જોવા ગયા હતા. અભિનેત્રી તેની ટ્રીપની અપડેટ સતત તેના ફેન્સ અને ફોલોવર્સ સાથે શેર કરતી રહે છે.મંગળવારે સાંજે કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શન પર સ્ટેડિયમમાંથી તૈમૂરનો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે, તૈમૂરે ગુલાબી અને સફેદ ચેક્સવાળો શર્ટ અને જીન્સ પહેર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેને શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “મારી પહેલી મેચ ભારત vs ઇંગ્લેન્ડ.”હાલમાં જ એક તસવીર સામે આવી છે, જેમાં કરીના તેના પરિવાર સાથે ધ બિગ બેંગ થિયરી ફેમ કુણાલ નૈયર સાથે લંચ કરતી જોવા મળી રહી હતી. એલેક્ઝાન્ડ્રા ગેલિગને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક ફોટોમાં કરીના, સૈફ અલી ખાન અને કુણાલ તેમના કોમન ફેન્ડ્સ સાથે ડેફ્ને રેસ્ટોરન્ટમાં મજા માણતા જોવા મળ્યા હતા.આ તસવીરમાં આ ગ્રુપ રાઉન્ડ ટેબલ પર બેઠું હતું અને તેમની સામે વાઇન અને ફૂડ પીરસાયેલું હતું. તસવીરમાં તેમના ચહેરા પર એક મોટી સ્માઇલ જોઇ શકાય છે.

Read About Weather here

જે જણાવે છે બેબો પોતાના ફ્રેન્ડ્સ સાથે હળવાશની પળો પસાર કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના હવે આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં આવશે અને આ ફિલ્મ 1994ની હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. આ સિવાય બેબો ટૂંક સમયમાં જ ધ ડેવિયેશન ઓફ સસ્પેક્ટ એક્સથી ઓટીટી ડેબ્યૂ કરશે. જે કેઇગો હિગાશિનોના પુસ્તક પર આધારિત છે. મર્ડર મિસ્ટ્રી ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે અને તેમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ આ શોનું શૂટિંગ પૂરું થયું હતું.તસવીરમાં એ પણ ખુલાસો થયો છે કે કરીના અને કુણાલે કેઝ્યુઅલ આઉટફિટ્સ પસંદ કર્યા હતા, તો સૈફે ઓકેઝન માટે ક્રિસ્પ સૂટ પહેર્યો હતો. એલેક્ઝાન્ડ્રાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ગ્રેટ વિકેન્ડ વિથ ધ ગ્રેટેસ્ટ ઓપ ફ્રેન્ડ્સ.”

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here