રાજ્યભરના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે ડુંગળી-બટાકાના ભાવ મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ‘ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.
Read About Weather here
આ સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો અને ઉનાળાના પ્રારંભે કમોસમી વરસાદેથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here