કચ્છ યુનીવર્સીટીનો હંગામી ક્લાર્ક 6 વર્ષમાં અબજોપતી થયો? : અલાઉદ્દીન ચિરાગ મળી ગયો કે શું?
કારકુન પાંચ વર્ષમાં કેવી રીતે કરોડોપતી થયો? : વેધક સવાલ
એક રૂમ રસોડાના મકાનમાં રહેતા માણસ પાંચ વર્ષમાં મહેલો બાંધે છે? : ધીરજ રૂપાણીનો આક્ષેપ
કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા પર ગંભીર આર્થિક આક્ષેપોને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. અધિકારોઓના કટકીકાંડ બાદ રાજકીય નેતાના આ મહાકાંડ ખરી વિગતો તપાસ એજન્સી બહાર લાવશે કે કેમ તેવો ધારદાર સવાલ કચ્છ અગેન્સ કરપ્શનના સંયોજક ધીરજભાઈ રૂપાણીએ કર્યો હતો. કચ્છી સાંસદ વિનોદ ચાવડાની અને તેના પરિવારના સભ્યોની કંઈ કંઈ કંપનીઓમાં ભાગીદારી છે? ખનીજ સોર્સ દોહન માટે કંઈ કંપની ઉભી કરી ? ખાનગી કંપનીનો સંચાલક પીજીવીસીએલનાં ક્લાર્કમાંથી રાતોરાત કરોડપતી કેવી રીતે બન્યો? શું અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ રાજનેતાના હાથે આવી ગયો છે એવો વેધક સવાલ ધીરજભાઈએ ઉઠાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ભુજ શહેરની મધ્યમાં પ્રાઈમ લોકેશનવાળી જગ્યા સરકારી તંત્રને મેનેજ કરીને પોતાના નામે કર્યા પછી એવું કયું પરીબળ કામ કરી ગયું કે સાંસદે આ જમીન સરન્ડર કરવી પડી? તેવો માર્મિક પ્રશ્ર્ન કચ્છ અગેન્સ કરપ્શન સંયોજકે ઉઠાવ્યો હતો.મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાઈ કરવા માટે પીજીવીસીએલના કાયમી કર્મચારીએ નોકરી છોડી આ ધંધામાં ઝંપલાવ્યું અને કોના પ્રતાપે કરોડપતીપદે બિરાજે છે એવો માર્મિક કટાક્ષ સંયોજકે કર્યો હતો.કચ્છ યુનિવર્સિટીમાં હંગામી ક્લાર્ક તરીકે પાંચ- સાત હજારની નોકરી કરતો શખ્સ આજે સાત વર્ષનાં ગાળામાં કરોડો અને ખર્વોપતિ થઇ ગયો. એ બાબત તપાસનીશ એજન્સીઓએ ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ તેવી માંગ ધીરજભાઈએ ઉઠાવી હતી.
Read About Weather here
ભુજ અને મોરબીની બે હોટેલોમાં કોની-કોની ભાગીદારી છે? એક રૂમ રસોડાનાં મકાનમાં આઠ વર્ષ પૂર્વે રહેતો માણસ ભવ્ય મહાલયો કેવી રીતે બાંધી શકે?? એ ચમત્કારની તમામ વિગતો સાર્વજનિક થવી જોઈએ. એવો ધોકો ધીરજ રૂપાણીએ પછાડ્યો હતો. એસ્ટેટ- જમીનો, શીપીંગ, પવનચક્કી, ભવ્ય હોટેલો, ખનીજ સપ્લાય, ટ્રાન્સપોર્ટેશન સહિત અંધાધૂંધ અને એમાંય સંપતિનું સર્જન કરનાર આ ચૂંટાયેલા પ્રતિનિધિએ કચ્છની પ્રજા સાથે છેતરપીંડી કરી છે.!? પ્રજાકીય પ્રશ્ર્નો ભૂલીને પોતાનું અને મળતિયાઓનું કલ્યાણ કરનાર આ મહારથી સામે દિલ્હી ખાતે જંતરમંતરમાં દેખાવો કરવાનું આયોજન પણ ઘડાયું હોવાનું કચ્છ અગેન્સ કરપ્શનના આયોજકે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here