ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની જબરદસ્ત કાર્યવાહી: ગુજરાતનાં કાંઠાનો ડ્રગ માફીયાઓ સતત દૂરઉપયોગ કરી રહ્યાનો વધુ એક ચોંકાવનારો ધડાકો
હજુ થોડા મહિનાઓ પહેલા જ કચ્છનાં મુન્દ્રા બંદરેથી દેશના ઈતિહાસનો સૌથી મોટો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. એ ઘટનાનાં પડઘા હજી શાંત થયા નથી ત્યાં આજે કંડલા બંદરેથી રૂ.2500 કરોડની કિંમતનો હેરોઈન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાઈ જતા તંત્ર ચોંકી ઉઠ્યું છે અને અલગ- અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં સાગરકાંઠા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓ અને ખાસ કરીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનાં ડ્રગ માફીયાઓની લાંબા સમયથી કુડી નજર પડી છે. જેના કારણે અવારનવાર ભારતીય કસ્ટમ, ડીઆરઆઈ અને ગુજરાત એટીએસની બાજ નજરને કારણે ડ્રગ્સનો જંગી જથ્થો પકડાતો રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
કંડલા પોર્ટ પરથી સતાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કંડલા પોર્ટ પર પૂર્વ બાતમીનાં આધારે એક જહાજનાં ક્ધટેનરમાં તપાસ કરવામાં આવી હતી અને ક્ધટેનરમાં છુપાવેલો 250 કિ.ગ્રા. જેટલો હેરોઈનનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. કંડલા બંદર પર ગુજરાત એટીએસ અને બીઆરઆઈની ટીમોએ જબરદસ્ત કાર્યવાહી કરી નશીલા પદાર્થોનો જથ્થો આગળનાં ડેસ્ટીનેશન પર રવાના થાય એ પહેલા ઝડપી લીધો હતો. ભારે સપાટો બોલાવી દીધો હતો. એટીએસનાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
Read About Weather here
કે, અફઘાનિસ્તાનથી આવીને લાંગરેલા એક જહાજનાં ક્ધટેનરમાંથી હેરોઈન મળી આવ્યું છે અને આ અંગે આગળની તપાસ વેગપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ રીતે ગુજરાતનાં દરિયાકાંઠાને રેઢું પડ માનીને ડ્રગ્સની હેરફેર કરવા માટેનાં ડ્રગ્સ માફીયાઓનાં વધુ એક પ્રયાસને જાગૃત તંત્ર દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here