કંકોત્રી અને કાર્ડ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ…!

કંકોત્રી અને કાર્ડ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ...!
કંકોત્રી અને કાર્ડ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ...!

દરેક પરિવાર ખુશીના પ્રસંગોએ સ્નેહીજનોને આમંત્રિત કરવા કંકોત્રીનો ઉપયોગ કરે છે. કોરોના એ તેની અસર તમામ ઉદ્યોગો પર કરી છે. ત્યારે તેમાંથી કાર્ડ અને કંકોત્રી ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી.  

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ બદલાતા સમય અને પાબંધીઓ ના કારણે કંકોત્રી છપાવવાનું ચલણ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે.. જેના કારણે કંકોત્રી ઉદ્યોગ પર માઠી અસર પડી છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કંક્રોત્રી વિક્રેતા નિકુલ શાહ જણાવી રહ્યા છે કે લગ્ન પ્રસંગ, સગાઈ, મુંડન, દિવાળી / નવાવર્ષની શુભેચ્છાઓ હોય કે અન્ય શુભ પ્રસંગો હોય, મૂર્હત જોવડાવ્યા બાદ સૌપ્રથમ જો કોઈ કામ થતું હોય તો તે કંકોત્રીઓ છપાવવાનું થતું હોય છે.

હંમેશા ધમધમતા કંકોત્રી ના ઉદ્યોગ પર બદલાતા સમયની સાથે માઠી અસર થઈ છે. કોરોનાકાળ બાદ પહેલા ૧૦૦ પછી ૨૦૦ અને હવે સામાજિક કાર્યક્રમોમાં માત્ર ૪૦૦ લોકો ની પરમિશન આપવામાં આવે છે. જેમાં મોટાભાગે પરિવારજનો જ સામેલ હોય છે.

આ સ્થિતિમાં પહેલા જયાં ૧૫૦૦ કે ૨૦૦૦ કંકોત્રીઓ છપાવવામાં આવતી ત્યાં હવે જૂજ કંકોત્રીઓના જ ઓર્ડર આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયાના અતિક્રમણને કારણે લોકો કંકોત્રીના ફોટા પાડી મોકલીને આમંત્રિત કરતા હોય છે.

કંક્રોત્રી કાર્ડ બનાવનાર સેજલ જોશી જણાવી રહ્યા છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા ના વપરાશમાં વધારો થતાં પહેલાથી જ દિવાળી કાર્ડ બંધ થઈ ચૂકયા છે. છેલ્લા સાત વર્ષથી દિવાળી કાર્ડ નો ઉપયોગ બિલકુલ બંધ થઇ ગયો છે.

આ સિવાયનાના ફંકશન માટેના કાર્ડ માટે પણ લોકો ડિજિટલ ક્રિએટિવ વધારે પસંદ કરતાં હોય છે. લોકો જાતે જ ડિજિટલ વર્ક કરતા થયા છે. સસ્તું પડતું હોવાથી લોકો કંકોત્રીની ફીઝિકલ ના બદલે ડિજિટલ તરફ વળી ગયા છે. 

Read About Weather here

અને એના જ કારણે એ છાપકામ આવવાનું પણ બંધ થઈ ચૂકયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here